વાંકાનેરના મહિકા ગામની સીમમાં આવેલ ગુલાબભાઈ હુશેનભાઈની વાડીએ રહેતા સુભાનીબેન સભાભાઈ ચૌહાણ એ કોઈ કારણોસર વાડીએ ઝેરી દવા પી લીધી હતી. જે બાદ તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ડો. ભાસ્કરે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.

