HomeGujaratદીકરી CA ફાઈનલ ની પરીક્ષા માં ઉતિર્ણ થતાં જલારામ પ્રાર્થના મંદિર ખાતે...

દીકરી CA ફાઈનલ ની પરીક્ષા માં ઉતિર્ણ થતાં જલારામ પ્રાર્થના મંદિર ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ઉજવણી કરાઈ

અંકીતા ઠક્કર CA ફાઈનલ માં ઉતિર્ણ થતાં સેવાકાર્ય કાર્ય થકી ઉજવણી કરતો ઠક્કર પરિવાર,

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે. ત્યારે અંકીતા ઠક્કર CA ફાઈનલ ની પરિક્ષા માં ઉતિર્ણ થતાં તેમની ઉજવણી સદાવ્રત મા મહાપ્રસાદ યોજી કરી હતી. આ તકે તેઓએ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.

પ્રવર્તમાન સમયે લોકો પોતાના સંતાનો ની શૈક્ષણિક સિધ્ધીઓની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે. ત્યારે ગીતાબેન ઠક્કર તથા રાજેશભાઈ ઠક્કર દ્વારા તેમની સુપુત્રી અંકિતા ની શૈક્ષણિક સિધ્ધી ની ઉજવણી પ્રસંગે સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી (પ્રમુખ- લોહાણા મહાજન,મોરબી), ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ ગોવાણી, વિપુલભાઈ પંડિત, હિતેશભાઈ જાની,સંજયભાઈ હીરાણી, સુનિલભાઈ પુજારા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ સન્માનિત કરી શુભકામના પાઠવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW