HomeGujaratવાંકાનેરના ભોજપરામાં જુના ઝઘડાને લઇ બે પરિવાર વચ્ચે મારામારી સામસામી ફરિયાદ

વાંકાનેરના ભોજપરામાં જુના ઝઘડાને લઇ બે પરિવાર વચ્ચે મારામારી સામસામી ફરિયાદ

વાંકાનેર તાલુકાના ભોજપરામાં આવેલા વાદી વસાહતમાં રહેતા બે પરિવાર વચ્ચે અગાઉ કોઈ બાબતે ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખી ફરી એકવાર માથાકૂટ થતા એક બીજા પર લાકડી ધોકા અને સળિયા થી હુમલો કરાતા બન્ને પક્ષના લોકોને નાની મોટી ઈજા પહોચી હતી તો એક વ્યક્તિને માથામાં ગંભીર ઈજા પહોચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા બનાવ અંગ વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાન ભોજપરા ગામના વાદી વસાહતમાં રેહતા વિજયનાથ પોપટનાથ બામણીયા નામના ૩૦ વર્ષીય યુવક પર તેના જ વિસ્તારમાં રહેતા બહાદુરનાથ સુરમનાથ પરમાર,જલાનાથ બોળાનાથ પરમાર,જાનનાથ સુરમનાથ પરમાર,રોબરનાથ સુરમનાથ પરમાર,કરશનનાથ પોપટનાથ પરમાર,પોપટનાથ પરમાર સહિતનાએ એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી તેના ઘરે આવી પહોચ્યા હતા અને અગાઉ ઘાવડી માતાજીનાં મંદીર બાબતનો જુનો ઝધડો થયેલ હોય તેનો ખાર રાખી ગાળો ભાંડી હતી જેથી ગાળો બોલવાની ના પાડતા આ કામનાઆરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને લોખંડના સળીયાથી હુમલો કરી વિજયનાથ કપાળના ભાગે ઇજાપહોચાડી હતી જેથી આ અંગે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી

સામે પક્ષે જોગનાથ કાળુનાથ પરમાર નામના વૃદ્ધે મીરખાનનાથ સમજુનાથ બાભણીયા,ચેતનનાથ મીરખાનનાથ બાભણીયા,ધરમનાથ ભોટનાથ બાભણીયા ,કેશનાથ કાનનાથ બાભણીયા,કરશનનાથ કાનનાથ બાભણીયા ભુપતનાથ મીરખાન બાભણીયા,ગોરખનાથ કાનનાથ બાભણીયા,રમતુનાથ ગોરખનાથ બાભણીયા સહિતના સામે ફરિયાદમાં નોધાવી જેમાં તેઓએ જણાવ્યું હતું કે આરોપીઓ સાથે તેઓને અગાઉ માતાજીના મંદિરમાં ઝઘડો થયો હતો જેનું મનદુઃખ રાખી આરોપીઓએ હુમલો કર્યો હતો જેમાં જોગનાથ પરમાર જોરુનાથ તેમજ અન્ય લોકોને પણ ઈજા પહોચી હતી બનાવ અંગે પોલીસે બન્ને પક્ષની ફરિયાદ આધારે તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW