હાલમાં મોરબીમાં અનેક છેતરપીંડીના કિસ્સાઓ જોવા મળે છે, તેવામાં શેરબજારમાં નફો કરાવવાની લાલચ આપીને ખોટું નામ ધારણ કરી રોકાણના બહાને છેલ્લા બે મહિનામાંથી યુવાન સાથે રૂ.-1,76,42,580 ની છેતરપિંડી આચરી હતી. મોરબીના નાની વાવડી ગામે રહેતા યુવાન સાથે શેરબજારમાં ઓનલાઈન રોકાણના નામે પોણા બે કરોડથી વધુ રકમની છેતરપિંડી આચરવામાં આવતા સાયબરક્રાઇમ પોલીસ મથકમાં 13 બેન્ક એકાઉન્ટ ધારકો સામે ફરિયાદ નોંધાવી છે.
મોરબીના નાની વાવડી ગામના યુવાન જયદીપ ગોરધનભાઇ અદ્રોજા ઉ.31 સાથે શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરવાના નામે છેલ્લા બે મહિનામાં આરોપી વોટ્સએપ નંબર ધારક (1) 88867 40775 (2) 63595 24461 (3) Jana Small Finance Bank ના એકાઉન્ટ નંબર 4524029725677972 ધારક (4) Punjab National Bank એકાઉન્ટ નંબર 8675002100001307 ધારક (5) Punjab National Bank એકાઉન્ટ નંબર 2432002105255537 ધારક (6) Hdfc Bank એકાઉન્ટ નંબર 50200046878272 ધારક (7) Jana Small Finance Bank ના એકાઉન્ટ નંબર 4747020001074376 ધારક (8) Punjab National Bank ના એકાઉન્ટ નંબર 6099002100010158 ધારક (9) AU Small Bank ના એકાઉન્ટ નંબર 2111257435959841 ધારક (10) Uco bank ના એકાઉન્ટ નંબર 01260210006108 ધારક (11) IndusInd Bank ના એકાઉન્ટ નંબર 201002743173 ધારક (12) SBI Bank ના એકાઉન્ટ નંબર 00000042774102771 ધારક (13) ICICI Bank ના એકાઉન્ટ નંબર 649605500252 વાળા ધારક તથા તપાસમાં ખુલે તે તમામ લોકોએ રૂ.- 1,76,42,580ની છેતરપિંડી આચરી નાણાં પરત નહિ કરતા યુવાને સાયબરક્રાઇમ પોલીસ મથકમાં આ તમામ સામે ફરિયાદ નોધાવી છે.

