વાંકાનેરના પંચાસિયા રોડ પર રાતી દેવડી ગામ પાસે આવેલી આહોઈ નદીના બ્રિજ પર એક શખ્સ મોટર સાયકલ ચાલક વડે જોખમી રીતે સ્ટંટ કરતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વિડીઓ વાયરલ થતા મોરબી ટ્રાફિક જિલ્લા પોલીસે આ સ્ટંટબાજને વિડીયામાં દેખાતા બાઈક નંબર આધારે તેને ઝડપી લીધો હતો.તે શખ્સ મોટર સાયકલ પુરઝડપે – બેફિકરાઈથી ઉભા ઉભા સ્ટંટ કરતો ચલાવી નીકળ્યો હતો. GJ-03-HC-8736 નંબરના બાઈકની માહિતી માટે પોલીસે વાહનને e.gujcopમાં સર્ચ કરી ડિટેઈલ મેળવી મોટર સાયકલ સાથે આરોપી સાગરકુમાર અશોકભાઈ વરણિયા (ઉ.વ. 21)ને શોધી કાઢી પૂછપરછ કરતા તેને ગુનો કબુલ કર્યો હતો. જેથી વાંકાનેર સીટી પોલીસ મથકમાં તે શખ્સ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.

