HomeGujaratમોરબીમાં યુવકની હત્યા પાછળ યુવકના બીજાની પત્ની સાથેના આડા સબંધ જવાબદાર,બે શખ્સ...

મોરબીમાં યુવકની હત્યા પાછળ યુવકના બીજાની પત્ની સાથેના આડા સબંધ જવાબદાર,બે શખ્સ સામે ફરિયાદ

મોરબી શહેરમાં પરણિત યુવકને બીજાની પત્ની સાથે આડા સબંધ રાખવા અને પતિના ના પાડવા છતાં અવાર નવાર મળવા જવાનું ભારે પડ્યું હતું યુવકને પરણીતાના પતિએ અગાઉ આ બાબતે ઝઘડો થતા પોલીસ ફરિયાદ પણ થઇ હતી તેમ છતાં યુવક મળવા જતો હોય તેમજ પરણીતા પણ તેને મળતી હોવાથી શનિવારે મોડી રાત્રે આરોપીઓ કાળા કલરની સ્કોર્પિયો કાર લઈને આવી પહોચ્યા હતા અને ખટકીવાસ વિસ્તારમાં છરીના ઘા ઝીકી મોતને ઘટ ઉતારી દીધો હતો આ બનાવમાં મૃતકની પત્નીએ બે આરોપી સામે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

બનાવની મળતી માહિતી મુજબ મોરબી શહેરના પરસોતમ ચોક વિસ્તારમાં રહેતી સલમાબેન તોફીકભાઈ ચાનિયા નામની મહિલાના પતિ તોફીક ઉર્ફે ભયલો ઈબ્રાહીમ ચાનિયાને વિસીપરામાં રહેતા ધર્મેન્દ્ર ઉર્ફે ધમો જગદીશ કોળીની પત્ની સાથે સંબધ હોય જે તોડી નાખવા અને તેને મળવાનો પ્રયાસ ન કરવા સમજાવટ કરવા છતાં આ તોફીક મળવા જતો હતો અને તે બાબતે અગાઉ પોલીસ ફરિયાદ પણ નોધાઇ હતી જે બનાવ બાદ પણ પરણીતા અને તોફીક એક બીજાને મળતા હતા અને ઘેર પણ આવતા જતા હતા શનિવારે રાત્રે પણ આ તોફીક પ્રેમિકા ને મળવા ગયો હતો જે અંગેની જાણ ધર્મેન્દ્રને થતા તેઓ તેની એકટીવા બાઈક પાછળ સ્કોર્પિયો લઈને પીછો કર્યો હતો અને મોરબીના ખાટકીવાસ સુધી આવી ત્યાં ઝઘડો થયો હતો અને ધર્મેન્દ્ર ઉર્ફે ધમો કોળી અને તેનો ભાઈ નરેન્દ્ર ઉફે મોદી ઉર્ફે ભૂરો જગદીશ ભાઈ કોળી એ તેન ઢીકા પાટુ ધોકાથી માર માર્યો હતો તેમજ નરેન્દ્રએ છરીના ઘા ઝીકી પતાવી દીધો હતો બનાવ બાદ મૃતકને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો

બનાવ અગે મૃતકના પત્ની સલમાબેન તોફિક ચાનીયાએ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા કલમ ૧૦૩ (૧),૧૧૫ (૨ )૫૪ તેમજ જીપીએ અંતર્ગત ૧૩૫ મુજબ ગુન્હો નોધી બન્ને આરોપીની શોધખોળ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW