મોરબીના શનાળા રોડ ગોકુલનગરમાં રહેતા કેશવજીભાઇને ઘુડની વાડી વિસ્તારમાં તેની માલિકી ની જમીન આવેલી છે. જ્યાં નગર પાલિકા દ્વારા પાણીની લાઇન નાખવા કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર ખેતરને ખોદતા હતા,જે બાદ ખેતરના માલિક કેશવજીભાઇ એ જેસીબીના ડ્રાઇવરને જણાવ્યું કે, તેની માલિકીની જમીનમાં અત્યારે જમીન માપણી કરવાની છે જેથી 2 દિવસ પછી ખોદકામ શરુ કરવાનું કહેતા જીસીબીના ડ્રાઇવરને રોહિતભાઈ શામજીભાઈ કણઝારીયાએ ખોદકામ બંધ કર્યું.
તે બાદ રોહિતભાઈ શામજીભાઈ કણઝારીયા અને તેનો કૌટુંબિક ભાઈ સંજય ગોવિંદભાઇ કણઝારીયા રહે. બન્ને જાગાની વાડી, ગોકુલનગર વાળાઓએ ફરિયાદી ના ઘરે આવી ગાળો બોલવા લાગતા ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ લીલાબેનને શરીરે ઢીકા પાટુનો માર મારી આરોપી રોહિતે ઇટના ટુકડાનો ઘા મારતા લીલાબેનને ઇજાઓ પહોંચતા લીલાબેને આ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જયારે સામાપક્ષે સંજયભાઈ ગોવિંદભાઇ કણઝારીયાએ આરોપી લાભુબેન કેશવજીભાઈ ડાભી તેમજ મુક્તાબેન છગનભાઇ ડાભી રહે.ઘુડની વાડી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓએ મામલતદારમાં દાવો દાખલ કર્યો હતો. જેમા ચુકાદો તેમની તરફેણમાં આવતા ગઈકાલે મામલતદાર કચેરી દ્વારા ડિમોલિશન કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો, જે બાબતે સારું નહીં લાગતા લાભુબેને લાકડી વડે માર મારી, મુકતાબેને કપડાં ધોવાનો ધોકો મારવાની કોશિશ કરતા આ બનાવ અંગે સંજયભાઇ ગોવીંદભાઇ કંઝારીયાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

