HomeGujaratમોરબીના લાયન્સનગરમાં થયેલ ઘરફોડીની ઘટનામાં પોલીસ ફરિયાદ નોધાઇ,

મોરબીના લાયન્સનગરમાં થયેલ ઘરફોડીની ઘટનામાં પોલીસ ફરિયાદ નોધાઇ,

મોરબીના નવલખી રોડ પર આવેલા લાયન્સનગર વિસ્તારમાં રહેતા અને મજુરી કામ કરતા જયેશભાઇ દલપતભાઇ પરમાર ગુરુવારે રાત્રે પરિવાર સાથે ઉપરના માળે સુવા ગયા હતા તે દરમીયાન મોડી રાત્રે તસ્કર ટોળકી ત્રાટકી હતી અને ઘરમાં રાખેલા સર સામાન વેર વિખેરી કરી નાખ્યો હતો તેમજ તિજોરીમાં રાખેલા સોના ચાંદીના દાગીના પર્સ સહીત રૂ ૧.૬૭ લાખની કીમતના મુદામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા રાબેતા મુજબ સવારે આવી તેઓએ તપાસ કરતા ઘરમાં ચોરી થયાની જાણ થતા તેઓએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW