HomeGujaratમોરબી જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં આગોતરા વાવેતરમાં ઘટાડો

મોરબી જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં આગોતરા વાવેતરમાં ઘટાડો

મોરબી જિલ્લામાં ચોમાસાના પ્રારંભ વચ્ચે સરેરાશ 25 ટકા જેટલું  જ આગોતરૂ વાવેતર ગયા વર્ષે બીપરજોય વાવાઝોડાને કારણે ગત વર્ષે વાવેતરમાં વધારો થયો હતો.

મોરબી :સામાન્ય રીતે 15 જૂને વિધિવત ચોમાસુ બેસું જતું હોવાથી મોરબી જિલ્લામાં હળવાથી ભારે ઝાપટા વરસી રહ્યા હોવાની સાથે મેઘાડંબરથી ચોમાસાના પ્રારંભ વચ્ચે પિયતની સુવિધા ધરાવતા ખેડૂતોએ વાવેતર કરી નાખ્યું છે અને હવે કદાચ ખેડૂતોની પ્રાર્થનાથી યોગ્ય મેઘકૃપા થાય તો અત્યારે કરેલું વાવેતર ફળદાયી નીવડે અને ખેડૂતોને ચોમાસું સોળ આની સારું જાય એવી આશા છે. પણ દર વખતની જેમ જ મોરબી જિલ્લામાં આ વખતે પણ આગોતરું વાવેતર થયું છે. મોરબી જિલ્લામાં ચોમાસુ શરૂ થઈ રહ્યું હોવાથી ઘણા ખરા ખેડૂતોએ આગોતરું વાવેતર કર્યું હોય ત્યારે ખેતીવાડી વિભાગના સતાવાર આંકડા મુજબ મોરબી જિલ્લામાં કુલ  3 લાખ 14  હજાર હેકટર કરતા વધુ વાવેતર વિસ્તારમાંથી ઓણ સાલ 93872 હેકટરમાં વાવેતર થયું છે. મોરબી જિલ્લામાં સૌથી વધુ 73624 હેકટરમાં પિયત ધરાવતો કપાસનું અને શાકભાજીનું 50 હેકટરમાં તેમજ ઘાસચારાનું 391 હેકટરમાં અને શેરડીનું 20 હેકટરમાં આગોતરું વાવેતર થયું છે.

સૌથી વધુ વાંકાનેરમાં 37,247 હેક્ટરમાં  આગોતરા પાકનું વાવેતર, મોરબી જિલ્લામાં ચોમાસાના વરસાદની હજુ વિધિવત શરુઆત થઇ નથી  પરંતુ પિયતની સગવડ ધરાવતા ખેડૂતોએ વાવેતર શરુ કરી દીધું હતું ને 36,650 હેક્ટરમાં કપાસ સહીત અન્ય પાક મળી કુલ 37,247 હેક્ટરમાં વાવેતર પૂર્ણ થઇ ગયું છે જેના કારણે હાલ સૌથી વાવેતર વાંકાનેરમાં જોવા મળ્યું છે 
અન્ય તાલુકાની સ્થિતિ જોઈએ તો હળવદમાં 27 490 હેક્ટરમાં વાવેતર થયું છે આ ઉપરાંત મોરબી તાલુકા વિસ્તારમાં 19 960 હેક્ટર ટંકારમાં 8900 હેક્ટર તેમજ સૌથી ઓછું વાવેતર માળિયા મિયાણામાં માત્ર 275 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે  

ધાંગધ્રા માળિયા નર્મદાની બ્રાન્ચ કેનાલમાં પાણી છોડ્યું પણ ખેડૂતોને મળ્યું નહિ

ધાંગધ્રા માળિયા નર્મદાની બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હોવા છતાં હજુ સુધી આ વિસ્તારના લોકોને સિંચાઈ માટે પાણી મળ્યું નથી તેની પાછળ બ્રાહ્મણી બે ડેમમાં પાણીનું લેવલ જળવાય ત્યાં સુધી પાણી ન છોડવામાં આવતું હોવાનું કારણ સામે આવ્યું છે જેથી આ બાબતે પણ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે આ બાબતે 2017 માં ધારાસભ્ય દ્વારા બ્રાહ્મણી બે ડેમને બાયપાસ કરવાની પણ રાજ્ય સરકારમાં અરજી કરવામાં આવી હતી જોકે સરકાર દ્વારા આ અંગે કોઈ પગલાં લેવામાં ન આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે હાલ ચોમાસુ નિર્ધારિત સમય કરતા મોડું છે જેના કારણે ખેડૂતો આગોતરું વાવેતર પણ કરી શકતા નથી ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે માળિયા પંથક વિસ્તારોમાં કેનાલનું પાણી છોડે તેવી પણ ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતોમાં રજૂઆતો ઊઠી છે

વાવાઝોડાની અસરથી 4 ઈંચ વરસાદ પડતા ખેડૂતોને ફાયદો થયો

મોરબી જિલ્લામાં ગયા વર્ષે ચોમાસામાં પહેલા બિયરઝોય વાવાઝોડું ત્રાટકતા ચોમાસાના થોડા દિવસ અગાઉ ભયાનક પવનની આંધી વચ્ચે 4 ઈંચ વરસાદ પડયો હતો. જેથી ગયા વર્ષે 99100 હેકટરમાં આગોતરું વાવેતર થયું હતું. આ વાવણી લાયક વરસાદથી ખેડૂતોને ફાયદો થયો હતો. જ્યારે ચાલુ વર્ષે ચોમાસા પહેલા 93852 હેકટરમાં વાવેતર થયું છે.એટલે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે આગોતરું વાવેતર ઘટ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW