HomeGujaratહળવદના માલણીયાદ ગામમાં વાડીમાં માટી લેવા મુદ્દે બે પરિવાર બાખડયા, સામસામી ફરિયાદ

હળવદના માલણીયાદ ગામમાં વાડીમાં માટી લેવા મુદ્દે બે પરિવાર બાખડયા, સામસામી ફરિયાદ

હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામમાં રહેતા અને ખેતીકામ કરતા છાયાબેન કલ્પેશભાઈ તેમજ તેના પતિ કલ્પેશભાઈ નાનજીભાઈ તેની વાડીમાં ધોરિયો અને પાડા બાંધવા ખેતર પાસેની જમીનમાંથી માટી ઉપડતાં હતા તે દરમિયાન જગદીશ બળદેવ ડાભી ત્યાં આવી પહોંચ્યા હતા અને અમારા ખેતરમાંથી માટી કેમ કાઢી તેમ કહી ગાળા ગાડી કરી હતી અને આરોપીઓને ગાળ બોલવાની ના પાડતાં આરોપી જગદીશ તેમજતેનો ભાઇ અરવિંદ ધસી આવ્યો હતો ફરિયાદી તેમજ તેના પતિ સાથે ઝઘડો કરી પાઇપ અને માટી કાઢવાના સોરિયા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી આં બનાવમાં છાયાબેન,ભાવનાબેન તેમજ આશ્વિનભાઈ સહિતના ને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
બનાવ અંગે છાયાબેને જગદીશ બળદેવ ડાભી અને અરવિંદ બળદેવ ડાભી સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

સામે પક્ષે જગદીશભાઈ ડાભીએ કલ્પેશભાઈ નાનજીભાઈ કણઝરીયા ,કલપેશભાઈની પત્ની છાયાબેન, અશ્વિનભાઈ, અશ્વિનભાઈ ના પત્ની, અરવિંદભાઈ તેમજ અરવિંદભાઈના પત્ની સહિતના સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે

તેઓ ગઈ કાલે તેની વાડીનાં રસ્તે આ કામના આરોપી કલ્પેશ અને તેની પત્ની કોદાળી પાવડાંથી ધુળ ભેગી કરતાં હતાં જેથી તેઓને રસ્તેથી ધુળ ભેગી કરવાની નાં પાડતાં આરોપીને ન ગમતાં ઉશ્કેરાઈ જઈ તેનાં હાથમાની કોદાળી ફરીને માથામાં પાછળનાં ભાગે મારતાં લોહિ નિકળેલ.તથા અન્ય આરોપીઓએ પાવડાંથી જગદીશભાઈ ને શરીરે મુંઢ માર મારેલ અને થોડીવાર બાદ તમામ આરોપીઓ હાથમાં સાંઘડી (ટામી) તથ પાવડાં હોય જેનાથી તેઓએ તેમને મુંઢ માર મારી ઈજા પહોંચાડી હતી.તેમજ મારીને દાંટી દેવાની ધમકી આપી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW