કચ્છ તરફથી અબોલ જીવોને બોલેરો ગાડીમાં ક્રૂરતા પૂર્વક બાંધીને અમદાવાદના વિરમગામ તરફ લઈ જવામાં આવી રહ્યા હોવાની મોરબી ચોટીલા અને રાજકોટના ગૌરક્ષક હિન્દુ યુવા વાહિની ટીમને ફોન થી સુચના મળી હતી કે અને આ માહિતી આધારે તેઓએ અલગ અલગ સ્થળે વોચ ગોઠવી હતી દરમીયાન અણિયારી ટોલનાકા નજીકથી શંકાસ્પદ GJ-12-CT-3278 નંબરની બોલેરો પસાર થઇ હતી જેની પોલીસને સાથે રાખી અટકાવી હતી અને તેની તલાસી લેવામાં આવતા ગાડીમાં ક્રુરતા પૂર્વક લઈ જવાતા 8 અબોલ જીવ મળી આવ્યા હતા. ઘટના અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં મોરબીના ગૌરક્ષક કમલેશભાઈ બોરીચા દ્વારા ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.આ કામગીરી મોરબી હિન્દુ યુવા વાહિની જિલ્લા પ્રમુખ કમલેશભાઈ બોરીચા, ચેતનભાઇ પાટડીયા,હિતરાજસિંહ પરમાર, યશભાઈ વાઘેલા, નિખિલભાઇ ચુડાસમા, હરેશભાઈ ચૌહાણ ચોટીલા, દલસુખભાઈ ચોટીલા, ભોલુભાઈ, દેવભાઈ બોરાણા, રાજકોટ ગૌરક્ષક જેકી ભાઈ ગજ્જર, ભાવિનભાઈ, ગૌરક્ષક કચ્છ સુરેશભાઈ રબારી, ગુજરાત ગૌરક્ષક ગુજરાત રાજ્ય હિરેનભાઈ વ્યાસ, લીમડી ગૌરક્ષક ગુજરાત રાજ્ય રધુભાઈ ભરવાડ, ધાંગધ્રા ગૌરક્ષક અપીભાઈ, ગૌરક્ષક ગજેન્દ્રભાઈ બાબરા તેમજ મોરબી ચોટીલા લીંબડી રાજકોટ વાંકાનેર ગૌરક્ષક સંપૂર્ણ ટીમે જોડાઈ હતી

