મોરબી જિલ્લાના દિવ્યાંગજનો માટે સિવિલ હોસ્પિટલ મોરબી, તેમજ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગજનો માટે જિલ્લામાં વિવિધ સ્થળોએ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં દિવ્યાંગજનોના મેડિકલ સર્ટિફિકેટ કઢાવવાની કામગીરી કરવામાં આવશે.
આ કેમ્પ અનુસંધાને તારીખ:- 21/06/2024 ના રોજ સવારે10:30 થી 01:00 દરમિયાન જનરલ હોસ્પિટલ, મોરબી ખાતે આયોજીત મેડિકલ કેમ્પમાં સાયક્રાટીક ડૉ. પ્રજ્ઞાબેન સોરાણી અને ડૉ. દીપ ભાડજા સેવા આપશે. તારીખ:- 05/07/2024 ના રોજ સવારે 10:30 થી 01:00 દરમિયાન બી.આર.સી. ભવન – ટંકારા ખાતે આયોજીત મેડિકલ કેમ્પમાં ઓર્થોપેડિક સર્જન ડૉ.પૂર્વ પટેલ, ડૉ.દિવ્યેશ જેતપરિયા, ડૉ.પાર્થ કણસાગરા અને ડૉ.સાગર હાંસલિયા સેવા આપશે.
વધુમાં તારીખ:- 19/07/2024 ના રોજ સવારે 10:30 થી 01:00 દરમિયાન સરકારી હોસ્પિટલ – વાંકાનેર ખાતે આયોજીત મેડિકલ કેમ્પમાં સાયકોલોજિસ્ટ દિવ્યાબેન ગોહિલ સેવા આપશે. તારીખ:- 02/08/2024 ના રોજ સવારે 10:30 થી 01:00 દરમિયાન સામૂહિક આરોગ્ય કેન્દ્ર – માળીયા ખાતે આયોજીત મેડિકલ કેમ્પમાં કાઉન્સેલર ભાવેશ છાત્રોલા સેવા આપશે તેમજ તારીખ:- 16/08/2024 ના રોજ સવારે 10:30 થી 01:00 દરમિયાન નવજીવન વિકલાંગ સેવાશ્રય – હળવદ ખાતે ડી.ઇ.ઓ. દિવ્યેશ સીતાપરા સેવા આપશે.
મોરબી જિલ્લાના તમામ દિવ્યાંગજનોને મેડિકલ સર્ટિફિકેટ કઢાવવા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

