HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)મોરબીના વાવડી રોડ પાસે સટ્ટો રમતો એક શખ્સ ઝડપાયો, બે ફરાર

મોરબીના વાવડીરોડ બાપા સીતારમની મઢુલી પાસે સટ્ટો રમતો નીલેશભાઈ નકુભાઈ પ્રજાપતિ ને પોલીસે પકડી લીધો હતો. તે શખ્સ પાસે મોબાઈલ સહીત નો કુલ રૂ.-7,780 નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો.જયારે બાકીના ઇબુ કાસમાણી અને એહમદ સુમરા એ બંને શખ્સો ફરાર જાહેર કરી તે ત્રણેય શખ્સો સામે પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(2)માળીયાના મોટા દહીસરા ગામે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

માળીયાના મોટા દહિંસરા ગામે જુગાર રમતા સામતભાઈ ભીખાભાઈ બાંભવા, પ્રભાતભાઈ બચુભાઈ ચાવડા, રમેશભાઈ ગગુભાઈ મૈયડ અને વેજાભાઈ નાગજીભાઈ વરુ ને પોલીસે પકડી પાડ્યા હતા.તે શખ્સો પાસેથી કુલ રૂ.-2850 નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો.તે શખ્સો સામે માળિયા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

(3)મોરબીના પરસોતમચોક પાસે દારૂ સાથે શખ્સ ઝડપાયો

મોરબીના પરસોતમ ચોક પાસે દારૂ સાથે તૌફીકભાઇ ઇબ્રાહીમભાઇ ચાનીયા ને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી દારૂ કુલ રૂ.-3000 નો મુદામાલ મળી આવ્યો હતો.જે પોલીસે જપ્ત કરી તે શખ્સ સામે ગુનાની નોધ કરી છે.

(4)મોરબીની વાવડી ચોકડી પાસે ઈંગ્લીશ દારૂ સાથે શખ્સ ઝડપાયો

મોરબીની વાવડી ચોકડી પાસે દારૂ સાથે રાકેશભાઈ હંસરાજભાઈ પાટડિયા ને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી વિદેશી દારૂ કુલ રૂ.-400 નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો,તે શખ્સ વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે ગુનાની નોધ કરી છે.

(5)મોરબીના જુના સાદુળકા નજીક લાગેલી આગને ઓલવવા જતા યુવાનનું મોત

મોરબીના જુના સાદુળકા નજીક આવેલ આવેલ સર્વોતમ ડેકોર પ્રાઇવેટ લીમીટેડ નામના કારખાનામાં અંબાલાલ મીશારામ મેઘવાલ એ મંજુરી કામ કરી તેનું ગુજરાન ચલાવતા હતા.તે મીશારામ મુળ રાજસ્થાનના વતની હતા.ગત તા.-14/04/2024 ના રાત્રીના સાડા આઠેક વાગ્યા વખતે મોરબી તાલુકાના જુના સાદુળકા ગામની સીમમાં આવેલ સર્વોતમ ડેકોર પ્રાઇવેટ લીમીટેડ નામના કારખાનામાં લાકડાની શીટના ભુસુમાં આગ લાગતા અંબાલાલ એ આગ ઓલવવા જતા દાઝી જતા તેને સારવાર માટે અમદાવાદ સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમ્યાન તેનું મરણ થયું હતા.આ બનાવ અંગે તેના ભાઈ જગદીશભાઈ એ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી,પોલીસે તેના મુત્યુ અંગે નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW