વાંકાનેર શહેરની આસપાસથી પસાર થતા હાઈવે પરથી પેસેન્જર વાહન ચાલકો તેમના વાહનમાં ક્ષમતા કરતા વધુ મુસાફરોને બેસાડી તેમના જીવ જોખમમાં મુકતા હોવાની ફરિયાદો મળતા વાંકાનેર સિટી પોલીસ દ્વારા રોડ- રસ્તા પર વાહન ચેકીંગ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન જોખમી રીતે ખચોખચ મોટી સંખ્યામાં માણસો બેસેલ 3 વાહનો મળ્યા હતા. વેસ્તા ધુમસિંહ દેવકીયા,માનસિંહ નુરલા ડાવર અને જીતેન્દ્ર દરીયાવસિંગ માવડા આ ત્રણેય વાહન ચાલકો વિરુધ્ધ વાંકાનેર પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

