HomeGujaratમાળિયા મિયાણામાં સોનોગ્રાફી મશીન ન ફાળવાતા દર્દીઓને મોરબીના ધક્કા

માળિયા મિયાણામાં સોનોગ્રાફી મશીન ન ફાળવાતા દર્દીઓને મોરબીના ધક્કા

મોરબી જિલ્લાના પછાત તાલુકા એવા માળિયા મિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સુવિધા પણ પૂરી પાડવામાં તંત્ર વામણું પુરવાર થયું છે.માળિયા મિયાણા તાલુકાની એક માત્ર સિવિલ હોસ્પીટલમાં પૂરતા તબીબો નથી તેમજ આખા તાલુકાની મુખ્ય હોસ્પિટલ હોવા છતાં સોનોગ્રાફી મશીન નથી.સગર્ભા મહિલાઓને તેના ગર્ભાવસ્થા દરમ્યાન શિશુના આરોગ્ય ચકાસણી માટે સોનોગ્રાફી કરાવવી પડે છે પરંતુ માળિયા મિયાણા સિવિલમાં સોનોગ્રાફી મશીન ન હોવાથી 40 કિમી દૂર મોરબી ધક્કા કરવા પડે છે મોરબી સિવિલમાં સોનોગ્રાફી કેસ એટલા વધુ હોય છે કે મહિલાને ધક્કા ખાવા પડતા હોવાનો દાવો ભાવેશભાઈ વિડજા નામના આગેવાને કરી છે અને આં બાબતે મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખી લેખિત રજૂઆત કરી વહેલી તકે સોનોગ્રાફી સેન્ટર ફાળવવા માંગણી કરી છે હતી. આગેવાન દ્વારા જો વહેલી તકે સોનોગ્રાફી સેન્ટર નહી ફાળવવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW