(1)ટંકારાના ખાખરા ગામની સીમ પાસે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા
મોરબીના ખાખરા ગામની સીમમાં બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ મારતા જુગાર રમતા જયેશભાઈ હીરાભાઈ પેઢડીયા, દક્ષભાઈ બીજલભાઈ રાઠોડ, લખમણભાઈ બાબુભાઈ ગોખરા, વિજયભાઈ સવસીભાઇ રાઠોડ, રાણછોડભાઈ રવજીભાઈ પીપળીયા અને લક્ષ્મણભાઈ વાઘજીભાઈ માકાસણા ને પોલીસે પકડી પાડ્યા હતા.તે શખ્સો પાસેથી કુલ રૂ.-66,500 નો મુદામાલ મળી આવ્યો હતો,જે પોલીસે કબ્જે કર્યો હતો.તે છ શખ્સો વિરુદ્ધ ટંકારા પોલીસે ગુનો નોધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી
(2)વાંકાનેરના ઢુવા-માટેલ રોડ પાસે વર્લી ફીચરનો જુગાર રમતો શખ્સ પકડાયો
વાંકાનેરના ઢુવા-માટેલ રોડ ભવાની કાંટા પાસે જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતો મહેન્દ્રસિંગ રામપ્રસાદ બલાઈ ને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી કુલ રૂ.-650 નો મુદામાલ મળી આવ્યો હતો.તે શખ્સ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસે ગુનાની નોધ કરી
(3)વાંકાનેરના રાતાવીરડા રોડ પાસે ઈંગ્લીશ દારૂ નો જથ્થો મળી આવ્યો
વાંકાનેરના રાતાવીરડા પાસે આવેલ સીરોન્જા સિરામિક ની પાસે પોલીસે બાતમીના આધારે રેડ મારતા દારૂ સાથે જીતુભાઈ ચોથાભાઇ ભવાણીયા ને પોલીસે પકડી લીધો હતો,અને ચોથાભાઇ ખીમાભાઈ કુણપરા ની ઘટના સ્થળે હાજરી મળી ન હોવાથી તેની અટક કરવાની બાકી છે.તે શખ્સના ખરાબામાંથી ઈંગ્લીશ દારૂ કુલ રૂ.-2,720 નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો.તે બંને શખ્સો સામે વાંકાનેર પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
(4)મોરબીના લીલાપર પાસે દેશી દારૂ સાથે શખ્સ પકડાયો
મોરબીના લીલાપર નવાગામ રોડ કેનાલના પુલિયા પાસે દારૂ સાથે ઇમરાનશા કરીમશા શાહમદાર ને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી કુલ રૂ.-180 નો મુદામાલ પોલીસે જપ્ત કરી તે શખ્સ સામે મોરબી તાલુકા પોલીસે ગુનાની નોધ કરી
(5)ટંકારામાં કારચાલકે બાઈકને હડફેટે લેતા બાઈકસવાર વૃધ્ધા ને ગંભીર ઈજા
ટંકારા-મોરબી રોડ પર આવેલ તિરૂપતી પેટ્રોલ પંપ પાસે રોડ પર કોઈ શખ્સ તેની GJ-36-AL-0340 નંબર ની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી જતો હતો.મુકેશભાઈ તેનું GJ-36-N-2027 હીરો સ્પલેન્ડર પ્લસ મોટરસાયકલ લઇ જતા હતા. તિરૂપતી પેટ્રોલ પંપ પાસે કાર ચાલકે બાઈકને પાછળ ઠોકર મારી પછાડી દઇ થતા માથાના ભાગે ઇજા કરી,ગુપ્ત ભાગમાં ગંભીર ઈજા કરી,શરીરે છોલાણ જેવી ઇજાઓ પહોચાડી હતી.તે વૃદ્ધા એ તે કારચાલક સામે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી,પોલીસે આગળની તપાસ હાથ ધરી

