મોરબી જિલ્લામાં મોટાપાયે કુદરતી ખનીજ સંસાધનો હોય અને તેના પર ભૂ માફિયાઓ અનેક ખનીજ માફિયાઓની વર્ષોથી પકડ હોય જેના કારણે જિલ્લામાં બેફામ ખનીજ ચોરી થઈ રહી છે તંત્ર પણ માત્ર ગણ્યા ગાંઠિયા કેસ કરી કામગીરી કરતા હોવાનો દોઢ કરતી હોય ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે ખાણ ખનીજ વિભાગના કમિશનરને પત્ર લખી મોરબી જિલ્લામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતા હોવાનો આક્ષેપ કર્યો હતો તેઓએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સ્થાનિક પોલીસ તેમજ જિલ્લા પોલીસની એલસીબી એસોજી સહિતની બ્રાન્ચ તેમજ આરટીઓ વિભાગ પણ મીલીભગત કરી બેફામ ભ્રષ્ટાચાર આચાર્ય હોય અને મોટા પાયે ખનીજ ચોરી થવા લાગતા હોવાનું આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે તેઓએ મોરબી જિલ્લાના ભાજપના આગેવાનો સામે પણ ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો આક્ષેપ કર્યો હતો જેથી તેઓએ આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે

