HomeGujaratવિદેશી દારૂની હેરાફેરીના 20થી વધુ ગુનામાં ફરાર શખ્સ મહેસાણાથી પકડાયો

વિદેશી દારૂની હેરાફેરીના 20થી વધુ ગુનામાં ફરાર શખ્સ મહેસાણાથી પકડાયો

લોકસભા ચૂંટણીને લઇ ગુજરાત પોલીસ દ્વારા પ્રોહીબીશન તેમજ અન્ય ગંભીર ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે તે કાર્યવાહીના ભાગરૂપે મોરબી સ્ટેટ મોનીટરીંગ સેલના આઈજી આર બી બ્રહ્મભટ્ટ,એસપી નિર્લિપ્ત રાયની સુચના થી ડી.વાય.એસ.પી કે.ટી.કામરીયાના માર્ગદર્શનમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રાજસ્થાનના આબુ રોડ ખાતે પકડાયેલ આશિષ ઉર્ફે આશુ રમેશચંદ્ર અગ્રવાલ પાસેથી ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો મેળવી નિકુંજ ઉર્ફે નીકુલજી ચેનાજી ઠાકોર નામનો આરોપી મહેસાણાના અનેક વિસ્તારોમાં દારૂનો જથ્થો સપ્લાય કરતો હતો. તે શખ્સના વિરુદ્ધ પ્રોહિબીશન ધારા હેઠળ કુલ-20 થી વધુ ગુનાઓ નોધાયેલ છે,અને છેલ્લા એક વર્ષથી ત્રણ ગુનામાં નાસ્તો ફરતો હતો.મોનીટરીંગ સેલ દ્વારા બાતમીના આધારે તે શખ્સ તેના ઘર પાસે આવેલ ક્રિષ્ના પાર્લર હોવાની માહિતી મળી હતી. મોનીટરીંગ સેલે તે વિસ્તારમાં તપાસ કરતા ક્રિષ્ના પાર્લર માંથી પકડવામાં આવ્યો હતો.પોલીસે તેને કસ્ટડીમાં લઇ આગળની તપાસ હાથ ધરી છે.કાલે તે આરોપીને મુદ્ત અંદર કોર્ટ માં રજુ કરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW