(1)મોરબીના નવલખી રોડ રણછોડનગર પાસે જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા
મોરબીના નવલખી રોડ રણછોડનગર સાંઇબાબાના મંદિર નજીક અલીમામદભાઇ જુમાભાઇ સુમરા,નુરમામદભાઇ મહમદહાસમ બુખારી,શૌકતભાઇ ઇસ્માઇલભાઇ સાયચા,શેરબાનુબેન રફીકભાઇ પઠાણ,રેશ્માબેન ઉર્ફે રસીદાબેન સદામભાઇ પઠાણ,દેવુબેન ઉર્ફે રેવાબેન પોલાભાઇ વાણીયા અને લલીતાબેન ઉર્ફે લીલાબેન શાંતીલાલ મારૂ ને પોલીસ દ્વારા જુગાર રમતા પકડી લીધા હતા.તે શખ્સો તીનપતીનો જુગાર રમતા હતા.તે શખ્સો પાસેથી કુલ રૂ.-13,380 નો મુદામાલ મળ્યો હતો,જે પોલીસે જપ્ત કરી તે શખ્સો વિરુદ્ધ જુગાર રમવા અંગે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(2)મોરબીના નજર બાગ રેલ્વેસ્ટેશન પાસે દારૂ સાથે શખ્સ ઝડપાયો
મોરબીના નજર બાગ રેલ્વેસ્ટેશન પાસે દારૂ સાથે દિનેશભાઇ બાબુભાઇ ચૌહાણ ને પોલીસે પકડી પાડ્યો હતો.તે શખ્સ પાસેથી કુલ રૂ.240 નો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો.તે શખ્સ સામે દારૂ અંગે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યાવાહી હાથ ધરી હતી.
(3)મોરબીના મકનસર ગામે ગોકુલનગર પાસે જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા
મોરબી તાલુકાના મકનસર ગામે ગોકુલનગર સંતોષટ્રાન્સપોર્ટ પાસે જાહેરમાં જુગાર રમતા શંકરભાઈ ટીકુભાઈ દેગામા,રમેશભાઈ બાબુભાઈ દેગામા,શકતીભાઈ મંગાભાઈ થરેસા,આકાશભાઈ ધર્મન્દ્રભાઈ પાટડીયા અને વિરમભાઇ દેવશીભાઈ સારલા ને પોલીસે પકડી પાડ્યા હતા.તે શખ્સો પાસેથી કુલ રૂ.-3500 નો મુદામાલ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો હતો.તે શખ્સો વિરુદ્ધ જુગાર રમવા બાબતે મોરબી તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસર ની કાર્યવાહી કરી હતી.
(4)મોરબી તાલુકના સાપર ગામ પાસે કારમાંથી ઇગ્લીશ દારૂ નો જથ્થો મળ્યો
મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આમ્રપાલી કોમ્પલેક્ષ સામે, પાર્કિંગમાં રહેલ જીજે-01-આરયુ-4206 નંબરની બલેનો કારમાં પોલીસે તપાસ કરતા તે કારમાંથી ઇગ્લીશ દારૂ નો કુલ રૂ.-17,140 જથ્થો મળી આવ્યો હતો.જે પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો હતો.તે કારના માલિક સામે દારૂ અંગે મોરબી તાલુકા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
(5)વાંકાનેરના ઢુવા-માટેલ રોડ પાસે દારૂ સાથે મહિલા ઝડપાઈ
વાંકાનેરના ઢુવા-માટેલ રોડ અમરધામ પાસે ખરાબામાં દારૂ સાથે ભાનુબેન મુનાભાઇ દેત્રોજા નામની મહિલા ઝડપાઈ હતી.તે મહિલા શખ્સ પાસેથી દેશી દારૂનો કુલ રૂ.-300 જથ્થો મળ્યો હતો.જે પોલીસે જપ્ત કરી તે મહિલા વિરુદ્ધ દેશી દારૂ વહેચવા અંગે વાંકાનેર પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
(6) મોરબીના મકનસર ગામમાં જુગાર રમતા ૪ જુગારી ઝડપાયા
મોરબી તાલુકાના મકનસર ગામમાં આવેલા બહુચર પાન નામની દુકાનના પાછળના ભાગે કેટલાક શખ્સ જાહેરમાં જુગાર રમતા હોવાની મોરબી તાલુકા પોલીસ ની ટીમને બાતમી મળી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસની ટીમ સ્થળ પર ત્રાટકી હતી અને જુગાર રમતા નટુભાઇ અમરશીભાઇ દેગામાં, કલ્પેશભાઇ કાળુભાઇ ગુઢડીયા,મહેશભાઇ ધીરૂભાઇ દેગામા,ગોપાલભાઇ ભુરાભાઇ વાહરેસીયા રહે તમામ મકનસર વાળાને ઝડપી લીધા હતા અને ત્નેઈ પાસેથી રૂ1800 રોકડ અને જુગાર સાહિત્ય સહિતનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

