માળિયા મિયાણા તાલુકાના નવલખી ગામમાં રહેતા સુભાનભાઇ આદમભાઇ મોવર નામનો યુવાન નવલખી અને આસપાસ વિસ્તારમાં કોલસા વિણવાની કામગીરી કરતા હોય કરીમ હાસમ માણેક નામનો આરોપી પણ કોલસા વીણવાનું કામ કરતો હોય અને બન્ને વચ્ચે માથાકૂટ ચાલતી હોય અને આ મુદે તેનું મનદુઃખ રાખી કરીમ હાસમ માણેક, જલાબેન કરીમભાઇ માણેક, સુગરાબેન કરીમભાઇ માણેક સહીતના ત્રણેય આરોપીઓએ લાકડા ધોકા તથા પાઇપ રાખીને સુભાનભાઈના ઘરની બહાર શેરીમા આવી ગાળો બોલતા ગાળો બોલવાની ના પાડતા શેરીમા પડેલ મારૂતી સ્વીફ્ટ કાર નં.GJ-36-AF-7986 વાળીમા નુકશાન કર્યું હતું તથા આરોપી જલાબેન કરીમભાઇ માણેક, સુગરાબેન કરીમભાઇએ સાહેદ રોશનબેન ને લાકડાના ધોકા વડે હાથે તથા પગે માર મારેલ જેમા રોશનબેનને જમણા હાથમા તથા જમણા પગમા ફેક્ચર જેવી ઇજા પહોચાડી હતી આરોપીઓએ પાઇપ વડે યુવકના મોઢાના ભાગે ઘા મારતા તેને જમણી આંખની નિચે ગાલ ઉપર ઇજા પહોચાડી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

