HomeGujaratમોરબીમાં ફ્યુંમીગેશનના ધંધાર્થીને વ્યાજ ખોરોનો ત્રાસ,વ્યાજ ચૂકવ્યુ છતાં કાર પડાવી લીધી

મોરબીમાં ફ્યુંમીગેશનના ધંધાર્થીને વ્યાજ ખોરોનો ત્રાસ,વ્યાજ ચૂકવ્યુ છતાં કાર પડાવી લીધી

મોરબી જિલ્લામાં વ્યાજખોરીનું દુષણ એટલી હદે ફૂલ્યું ફાલ્યું છે કે તેના કારણે અવારનવાર ગંભીર ગુના બની રહ્યા છે ચામડા તોડ વ્યાજ વસુલવા છતાં આ વ્યાજખોરો વેપારીઓ પાસેથી કોરા ચેકમાં સહીઓ લેવડાવી લેવા. તેની મિલકત પડાવી અને ધાક ધમકી આપવા સહિતનુ કૃત્ય કરી રહ્યા છે ગૃહ મંત્રી વ્યાજખોરી કરતા તત્વોને ક્યારેય સાંખી નહી લેવાય તેવા દાવા તો કર્યા પણ મોરબી જિલ્લા પોલીસ ગૃહ મંત્રીના દાવા સાચો પુરવાર કરવામાં નબળી સાબિત થઇ હોય તેવી સ્થિતિ બની છે મોરબીમા આવા જ પાચ વ્યાજખોરે ફ્યુંમેગેશન ધંધાર્થી પાસેથી ચામડા તોડ વ્યાજ વસુલવા છતાં તેની કાર અને કોરા ચેકમાં સહીઓ કરવી તે પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે
મળતી માહિતી મુજબ મોરબીના આલાપ રોડ અંજલીપાર્ક પંચવટી એપાર્ટમેન્ટમાં રહેતા અને ફ્યુંમીગેશનનો વ્યવસાય કરતા રવીરાજભાઇ જગદીશભાઇ દેત્રોજા નામના યુવાને ધંધામાં રૂપિયાની જરૂર પડતા ભૂપત જારીયા પાસેથી કુલ ૩,00,000 લીધા હતા, જયારે ભુપતભાઇ એ પહેલાથી જ તેનું વ્યાજ 30,000 બાદ કર્યું હતું અને તેને 2,70,000 આપ્યા હતા. તેમજ દર દસ દિવસનું એક લાખ એમ કુલ ત્રણ લાખ વ્યાજ વસુલ કરવાનું નક્કી થયું હતું બદલા તેને રવીરાજભાઇ પાસેથી કોટક મહિન્દ્રા બેન્કના ચાર સહી વાળા ચેક તેમજ તેની પાસે નોટરી લખાણ પણ કરાવ્યું હતું.

તે ભૂપત જારીયા નું વ્યાજ ચુકવવા માટે તેને રવીરાજભાઇ ને ભૂપતભાઈ ના જાણીતા રાજેશભાઈ બોરીચા પાસેથી વ્યાજે પૈસા લઇ મારું વ્યાજ ચૂકવ તેમ કહ્યું હતું,તેથી રવીરાજભાઈ એ રાજેશભાઈ બોરીચા પાસેથી કુલ 4,00,000 રૂપિયા લીધા હતા,રાજેશભાઈ એ તેનું પહેલેથી જ તેનું વ્યાજ કાપી તેને ૩,60,000 આપ્યા હતા.તેમજ એસ બી આઈ બેંક ના ચેક પર સહી કરાવી ચેક લઇ લીધો હતો.આ બનેનું વ્યાજ ચુકવણી કરવા છતાં બંને ગાળો બોલી અને ધમકી આપતા હતા.

આ સિવાય રવિરાજભાઈ એં દોઢેક મહિના પહેલા ભરતભાઈ કાનજીભાઈ ચાવડા પાસેથી 5,00,000 વ્યાજે લીધા હતા,તેનું દર દસ દિવસે 40,000 વ્યાજ ચૂકવવાનું હતું.તેના પિતાજી થતા દાદાએ 6,50,000 નું વ્યાજ ચુકવતા ભરતભાઈ એ તેના કોટક મહિન્દ્રા બેન્કના બે સહી વાળા ચેક લઇ લીધા હતા.રવીરાજભાઇનો નાનો ભાઈ એ તેની જીજે-36-આર-2222 નંબર ની એમજી હેકટર કાર લઇ મોરબી લીલાપર કેનાલ રોડ પાસે ગેરેજ ગયા હતા ત્યાં આવીને ભરતભાઈ વ્યાજ ચુકવતા નથી તેમ કહી કાર બળજબરી પૂર્વક લઇ ગયા હતા અને જાનથી મારી નાખાવાની ધમકી આપી હતી.આ બનાવથી રવિરાજભાઈ એ ત્રણ વ્યાજખોરો સામે મોરબી સીટી એ-ડીવીઝન મથકમાં ફરિયાદ નોધાવી હતી,પોલીસે ફરીયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW