HomeGujaratમોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ તેના પુત્રે વ્યાજના રૂપિયાની ઉઘરાણી મુદે વેપારીને ધમકી...

મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ તેના પુત્રે વ્યાજના રૂપિયાની ઉઘરાણી મુદે વેપારીને ધમકી આપતા પોલીસ ફરિયાદ

મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડીયા અને તેના પુત્ર અમિત સહીત ૪ શખ્સે મોરબીના એક વેપારી યુવકને વ્યાજે આપેલા રૂપિયા મુદે પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી હતી બનાવ અંગે યુવાને ચારેય આરોપીઓ સામે એ ડીવીઝન પોલીસે મથકમાં ફરિયાદ નોધાવી હતી અને તેના આધારે પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
બનાવની મળતી માહિતી મુજબ મોરબી માર્કેટિંગ યાર્ડમાં શ્રીનાથજી નામની પેઢી ધરાવતા વેપારી યુવાન મિહીરભાઈ પ્રવિણચંદ્રભાઈ ખંધેડીયાને અગાઉ ધંધામાં નાણાની જરૂરત પડતા આરોપીઓ પાસેથી દર આઠ દિવસે અને દસ દિવસે 40થી 70 ટકા વ્યાજ ચુકવવાની શરતે નાણાં વ્યાજે લઈ મોટાભાગની રકમ પરત ચૂકવી દેવા છતાં આરોપી અમીતભાઈ દેવાભાઈ અવાડીયાએ લાફા મારી તેમજ દેવાભાઇ અવાડીયાએ ઘેર આવી પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવા ધમકી આપી તમામ આરોપીઓએ બેન્કના કોરા ચેક પડાવી લીધા હતા. જેથી વેપારી યુવાને દેવાભાઇ અવાડીયા અને પુત્ર અમીતભાઈ દેવાભાઈ અવાડીયાઅને દેવાભાઈ ભગવાનજીભાઈ રબારી તથા નયન ઉર્ફે નાનુભાઈ રબારી સામે વેપારી યુવાને પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW