HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)મોરબીમાં રિક્ષા ચાલક રાહદારીઓ નો જીવ જોખમાય તે રીતે ચલાવતો પકડાયો

મોરબીના કુબેરનગર ગેઇટ પાસે ધકાવાડી મેલડીમાતાના મંદિર પાસે નવલખી રોડ પાસે અમીતભાઇ ગૌતમભાઇ સોલંકી નામનો શખ્સ બેદરકારીપૂર્વક રિક્ષા ચલાવતો હતો એ મામલે પોલીસે પકડી પાડ્યો હતો.આ શખ્સ તેની જીજે-36-યુ-7222 નંબરની રિક્ષા પુરઝડપે અને અન્ય રાહદારીઓનો જીવ જોખમાય તે રીતે ચલાવતો હતો.મોરબી સીટી એ-ડીવીઝન પોલીસે તે શખ્સ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસર ની કાર્યવાહી કરી હતી.

(2)મોરબીના વાંકાનેરના હાઇવે પાસે દારૂ પી વાહન ચલાવતો શખ્સ પકડાયો

મોરબીના વાંકાનેર હાઈવે શકિત ચેમબર સર્વીસ રોડ પર દારૂ પી વાહન હંકારતા તે જયદીપસિહ બળદેવસિહ જાડેજા નામના શખ્સને પોલીસ દ્વારા પકડી પાડ્યો હતો.તે શખ્સ દારૂ પીધેલ હાલતમાં તેનું જીજે-36-એજી-0070 નંબરનું એકટીવા અન્ય રાહદારીઓનો જીવ જોખમાય તે રીતે ચલાવતો સામે આવ્યો હતો.મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તે શખ્સ વિરુદ્ધ ડ્રીંક એન્ડ ડ્રાઈવ નો ગુનો નોધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

(3)મોરબીના પીપળી ગામની સીમમાંથી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના પીપળી ગામની સીમમાં મનિષ કાંટા સામેથી દારૂ સાથે હરેશભાઇ રણછોડભાઇ માખણા ને પોલીસે પકડી લીધો હતો.તે શખ્સ પાસેથી દેશી દારૂ સાથે કુલ રૂ140 નો મુદામાલ મળ્યો હતો,પોલીસે તે મુદામાલ કબ્જે કર્યો હતો.તે શખ્સ સામે દારૂ વહેચવા અંગે પોલીસે ગુનાની નોધણી કરી હતી.

(4)મોરબીના સરતાનપર રોડ પાસે દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

મોરબીના સરતાનપર રોડ પર આવેલા ફેમસ સીરામીક સામે બાવળની ઝાડી પાસે વિનુભાઇ કાળાભાઇ સરવૈયા,અરવિંદભાઇ મેધાભાઇ પરમાર અને પ્રવિણભાઇ કોળી ને પોલીસે દારૂ સાથે પકડી પાડ્યા હતા.તેઓની પાસેથી કુલ રૂ.3000 નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો.તે ત્રણ શખ્સો વિરુદ્ધ વાંકાનેર પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(5)મોરબીના ઉમિયા સર્કલ પાસે દારૂ સાથે યુવક પકડાયો

મોરબીના ઉમીયા સર્કલ પાસે જાહેર રોડ પર દારૂ સાથે પટુભાઇ શાંતીલાલ કડેવાર નામના યુવક શખ્સને પોલીસે પકડી તે શખ્સ પાસેથી મળેલ દેશી દારૂ કુલ રૂ.280 નો જથ્થો પોલીસે જપ્ત કરી તે શખ્સ સામે દારૂ વહેચવા મામલે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(6)મોરબીમાં છાતીનો દુ:ખાવો થવાથી એક વુદ્ધ નું મોત નીપજ્યું

મોરબીના સત્યમપાન વાળી શેરી શનાળા રોડ વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા બીજીયાભાઈ રામભાઈ જીલરિયાને અચાનક છાતીમાં દુ:ખાવો થવાથી તેને પરિવારના સભ્ય દ્વારા તેને પ્રથમ સારવાર માટે મોરબી નકલંક હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.ત્યાથી તેને વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.ત્યાં ફરજ પરના ડોકટરે તેને મરણ જાહેર કર્યા હતા.વિક્રમભાઈ વાસુરભાઈ જીલરીયા એ આ બનાવ અંગે મોરબી સીટી એ-ડીવીઝન પોલીસને જાણ કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW