મોરબીના માળીયા ફાટક થી વીસીપરા રોડ પર ખેત મજુરને રિક્ષામાં બેસાડી તેની પાસેથી રૂપિયા 45000 ફેરવી લેવાની ઘટના બની હતી જે અંગે મજૂરી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે મોરબી એલસીબી ની ટીમે આરોપીની શોધખોળ હાથ ધરી હતી અને આ ગુનામાં એક શખ્સની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ આરોપી પાસેથી ₹30,000 રોકડ અને રીક્ષા સહિતનો દોઢ લાખનો મુદ્દા માલ સભ્ય કરી શકાય કરવામાં આવ્યું હતું
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના વાઘ પર ગામમાં ખેત મજૂરી કરતા મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની જામસિંહ મેથુસિંહ બાબરીયા નામના વૃદ્ધ દ્વારા જમીન ભાગે રાખી નું વાવેતર કર્યું હતું જે પાક તૈયાર થયા બાદ પાકના વેચાણથી આવેલા રૂપિયાના ભાગરૂપે 54000 રૂપિયા મળ્યા હતા જેમાંથી રૂપિયા 45000 જેટલી રકમ લઈ તેના વતન લગ્નમાં જઈ રહ્યા હતા તે દરમિયાન માળીયા ફાટક થી એક રિક્ષામાં અજાણ્યા શખ્સો દ્વારા તેમની નજર ચૂકવી આ 45,000 જેટલી રકમ ફેરવી લીધી હતી. જે બાદ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે મોરબી એલસીબી દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા રૂટ પરથી નીકળતા અલગ અલગ સીસીટીવી તપાસ કરતા શંકાસ્પદ રીક્ષા મળી આવી હતી અને તેના નંબરના આધારે તપાસ કરતા આ રાજકોટના શખ્સ હોવાની સામે આવ્યું હતું. જે બાદ પોલીસે આરીક્ષાની શોધખોળ કરતા મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે થી આ રીક્ષા અને તેનો ચાલક નટવર પૃથ્વી નટુ દિનેશભાઈ કુંવારીયા મળી આવ્યો હતો જેની પૂછપરછ કરતા તેણે તેના મિત્ર રવિન્દ્ર અરવિંદભાઈ મકવાણા અને તેની પત્ની ગીતાબેન અરવિંદભાઈ મકવાણા સાથે મળી વૃદ્ધને નજર ચુકવી તેની પાસેથી રૂપિયા ફેરવી દીધા હોવાનું કબૂલ કર્યું હતું હાલ આ બનાવવામાં પોલીસે નટવર નટુ દિનેશ કુંવરિયાની ધરપકડ કરી હતી જ્યારે આરોપી પતિ પત્ની ની શોધ ખોળ હાથ ધરી છે હાલ આ બનાવવામાં પોલીસે ₹30,000 રોકડા અને સીએનજી રીક્ષા સહિતનો મુદ્દા માલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

