HomeGujaratટંકારા બાદ હવે મોરબીમાં યુવકનું ઊંઘમાં જ મોત,હાર્ટ એટેક કે અન્ય કારણ...

ટંકારા બાદ હવે મોરબીમાં યુવકનું ઊંઘમાં જ મોત,હાર્ટ એટેક કે અન્ય કારણ તપાસ શરુ

મોરબી જિલ્લામાં એક સપ્તાહમાં બે લોકોના ઊંઘમાં મોત થવાની ઘટના સામે આવી છે મૃતક બને યુવકની તબિયત રાત્રે સુતા હતા ત્યાં સુધી સામાન્ય જ હતી જોકે અચાનક ઊંઘમાં કઈ રીતે મોત થયું તે સામે આવી શક્યું નથી. તેમાં પણ માંડલ પાસે જે યુવકનું મોત થયું તેની ઉમર પણ માત્ર 22 વર્ષ જ તો શું બન્ને મોત હાર્ટ એટેક થી જ થયા છે કે અન્ય કોઈ બીમારી જવાબદાર તે એક સવાલ છે હાલ માંડલજે યુવકનું મોત થયું તે યુવકમાં વિશેરા લઇ મોતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે

મોરબીના માંડલ ગામની સીમ સિમોલા સીરામીકમાં વિનય એસ/ઓ સુભાષ યાદવ કામ કરતા હતા.તે મુળ ઉતર પ્રદેશ ના વતની હતા ધંધા રોજગાર માટે તે મોરબી ના સિરામિક કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો.તે ગઈકાલે સવારના સમયે સુઈ ગયો હતો જયારે સાંજના સમયે તેને ઉઠાડતા તે કોઈ કારણસર ન ઉઠતા તેને મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પીએમ બાદ ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યો હતો.ત્યાં ફરજ પરના ડોકટર વાય એન ફૂલતરીયા એ આ બનાવની જાણ મોરબી તાલુકા પોલીસને કરી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW