HomeGujaratમોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

મોરબી જિલ્લા ક્રાઈમ ડાયરી

(1)મોરબીના ટીબડી ગામના પાટિયા પાસે ટ્રાફિક નિયમનો ભંગ કરતા બે શખ્સો પકડાયા

મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે મોરબી માળીયા નેશનલ હાઇવે પર અમીતભાઇ એ GJ-13-AT-8197 નંબર ની બોલેરો અને વેલસીંગભાઇ GJ-36-X-9959 નંબર નું ડમ્ફર આ બંને વાહન અન્ય વાહનચાલકોને સમસ્યા સર્જાય એ રીતે પાર્ક કરતા અમીતભાઇ ખીમજીભાઇ નંદાસીયા અને વેલસીંગભાઇ જીતુભાઇ બગેલ સામે મોરબી તાલુકા પોલીસે ટ્રાફિક નિયમનો ભંગ કરવા અંગે તે બંને શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની પાસે દંડ વસુલવામાં આવ્યો હતો.

(2)મોરબીના રવાપર રોડ પાસે સટ્ટો રમતા બે શખ્સો પકડાયા

મોરબીના મોરબી રવાપર રોડ ક્રિમ પેલેસ હોટલ પાસે સટ્ટો રમતા રાહુલભાઇ સુરેશભાઇ ચૌહાણ અને ઉપેન્દ્રસિંહ મહાવીરસિંહ રાણા ને પોલીસે પકડી લીધા હતા.આઈપીએલ મેચ પર સટ્ટો રમતા બે શખ્સો પાસેથી રૂ.૬૨૦૦ રોકડ અને મોબાઈલ સહિત કુલ રૂ.૫૬,૨૦૦ નો મુદામાલ પોલીસે દ્વારા કબજે કરી તેની સામે સટ્ટો રમવા અંગે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(૩)મોરબીના કબીર ટેકરી પાસે દારૂ ની ભઠ્ઠી ચલાવતા બે ઈસમો ઝડપાયા

મોરબી સીટી એ-ડીવીઝન પોલીસેને બાતમી ના આધારે કબીર ટેકરી પાસે રેડ પાડતા દેશી દારૂ ની ભઠ્ઠી ચલાવતા તોફીકભાઈ હુસેનભાઈ લાખા અને મોસીનભાઈ મામદભાઈ કુરેશી આ બને ને પોલીસે ઝડપી પાડ્યા હતા.મોસીનભાઈ મામદભાઈ કુરેશી નું કબીર ટેકરી માં આવેલ રહેણાંક મકાનમાંથી દારૂ બનાવવા માટેનો આથો અને અન્ય કાચો માલ સહીત દેશી દારૂનો જથ્થો થઇ કુલ રૂ.૩૨૫૦ નો મુદામાલ પોલીસે જપ્ત કરી લીધો હતો અને તે બંને વિરુદ્ધ દેશી દારૂ બનાવા અંગે ગુનાની નોધણી કરી હતી.

(4)મોરબીના વજેપર મેઈન રોડ પર દારૂનો નસો કરી વાહન હંકારતો એક ઈસમ ઝડપાયો

મોરબીના વજેપર મેઈન રોડ પર દાદુભાઈ ગોવીદભાઈ વાણીયા એ દારૂ પીધેલ હાલતમાં વાહન હંકારતો હતો.આ મામલે પોલીસે ડ્રીંક અને ડ્રાઈવે નો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5)મોરબીના ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસે એક વુદ્ધે એસીડ પી લેતા મોત

મોરબીના ભાગ્યલક્ષ્મી સોસાયટી માં રહેતા નથુભાઇ રાજાભાઇ મુછડીયા એ ઘણા લાંબા સમયેથી બીમારી પીડાતા હતા.આ બીમારીથી કંટાળીને અંતે વુદ્ધે પોતાની મેળે એસીડ પી લીધું હતું.એસીડ પી લેતા આસપાસના લોકો તેને સારવાર માટે હોસ્પીટલમાં લઇ ગયા હતા.જ્યાં સારવાર દરમિયાન તે વુદ્ધ નું મોત નીપજ્યું હતું.ત્યાં ફરજ પરના ડોકટરે પોલીસ ને જાણ કરતા પોલીસે ફરિયાદ નોધી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

(6)વાંકાનેરના રાતીદેવળી ગામે અન્ય કારણસર બેભાન થતા એકનું મોત

વાંકાનેરના રાતીદેવળી ગામમાં આવેલા રાજકોટના નિવાસી યોગેશવન અશોકવન ગૌસ્વામી બેભાન થતા મોત નીપજ્યું હતું. રાતીદેવળી ગામમાં સુરાપુરા દાદાના મંદિર પાસે યોગેશવન કોઈ કારણસર બેભાન થતા પડી ગયા હતા.જ્યાં આસપાસના લોકો દ્વારા યોગેશવનના મૃતદેહને પીએમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જયા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે મોત અંગે નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(7)મોરબીના લગધીરપુર રોડ પાસે ટ્રક ચાલકે એકને હડફેટે લેતા મોત

મોરબીના ઘુટુ ગામની સીમ લગધીરપુર રોડ ઉપરથી ફેમ સીરામીકના કારખાના તરફ જતા ટ્રક ચાલક તે તેનું ટ્રક પુરઝડપે અને માનવો ની જીદગી જોખાવાય તે રીતે હંકારતા રાતના સમયે એક વાહનચાલકને હડફેટે લેતા એકસીડન્ટ સર્જાયો હતો.આ બનવાથી તે વાહનચાલકને શરીરના ગુપ્ત ભાગે ગંભીર ઇજા પહોચાડી તેનું ટ્રક લઇ નાસી ગયો હતો. તે વાહનચાલકને રાજકોટ સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.આ બનવાની ઉપેન્દ્રભાઇ સુરેશભાઇ બાસકોર એ મોરબી તાલુકા પોલીસેને જાણ કરતા પોલીસે ફરીયાદ નોધી આગળની તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW