HomeGujaratમોરબીમાં મંગેતર સાથે બોલાચાલી થતા યુવકને લાગી આવ્યું ફાંસો લગાવી કર્યો આપઘાત

મોરબીમાં મંગેતર સાથે બોલાચાલી થતા યુવકને લાગી આવ્યું ફાંસો લગાવી કર્યો આપઘાત

મોરબીના ઘૂટું ગામની હદમાં આવેલા મેટ્રોપોલ સિરામિક કારખાનામાં રહી મજુરી કામ કરતા મૂળ યુપીના આઝમગઢ જીલ્લાના લખનપુર ગામના વતની કમલેશ ખરપુતભાઈ વર્મા નામના યુવકની સગાઈ લક્ષ્મી નામની યુવતી સાથે થઇ હતી ફોનમાં બન્ને સાથે અવાર નવાર વાતચીત થતી હતી દરમિયાન ફોન માં કોઈ બાબતે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો જેથી કમલેશને મનમાં લાગી આવતા કારખાનાની ઓરડીમાં જ ફાસો લગાવી આપઘાત કરી લીધો હતો બનાવ બાદ યુવકના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જયા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW