HomeGujaratમોરબી નજીક બાઇક આડે અચાનક રઝળતું ઢોર આડે ઉતરતા યુવાનને કમરનું ફેક્ચર

મોરબી નજીક બાઇક આડે અચાનક રઝળતું ઢોર આડે ઉતરતા યુવાનને કમરનું ફેક્ચર

રઝળતા ઢોરનો ત્રાસ વધતા લોકોમાં તંત્ર સામે ઉગ્ર આક્રોશ

મોરબીમાં ઠેરઠેર રઝળતા ઢોરના ત્રાસ વચ્ચે આજે લીલાપર રોડ ઉપર આવેલ પેપરમીલ પાસેથી બાઇક પરથી પસાર થઈ રહેલા યુવાનની આડે એક રઝળતું ઢોર આડે ઉતરી બાઇક સાથે ઢીકે ચડાવતા યુવાનને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચી છે. જ્યારે રઝળતા ઢોરનો ત્રાસ વધતા લોકોમાં તંત્ર સામે ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે.

રફાળેશ્વર પાસે આવેલ પેપરમીલ કારખાનામાં રહેતા અશોકકુમાર નામનો યુવાન બાઈક લઈને મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પેપર મીલ પાસે રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે અચાનક રઝળતા ઢોર ઉતરતા અકસ્માત થયો હતો અને આ ઢોર સાથે બાઇક અથડાતા અશોકકુમારને કમરના ભાગે ફેકચર જેવી ઈજા થઇ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW