HomeGujaratમોરબી જીલ્લામાં ખાણ ખનીજ વિભાગની તિજોરી છલકાઈ એક વર્ષમાં આવક 20 ટકા...

મોરબી જીલ્લામાં ખાણ ખનીજ વિભાગની તિજોરી છલકાઈ એક વર્ષમાં આવક 20 ટકા વધી

મોરબી જિલ્લામાંથી પસાર થતી નદીઓ તેમજ અલગ અલગ વિસ્તારમાં આવેલા ખાણ વિસ્તારમાં મોટા પાયે ખનીજ સંપદા રહેલી છે મોરબી જિલ્લામાં નોધાયેલ કવોરી લીઝની સંખ્યા 385 ઉપરાંત છે જેનાથી સરકારને વર્ષ 32.32 કરોડની રાજ્ય સરકારને આવક થઇ છે.જેની સામે અગાઉ વર્ષ 2022 -23 માં 29.28 કરોડ થઇ હતી વર્ષ દરમિયાન સરકારની તિજોરીમાં 20 ટકા નો વધારો થયો છે

જોકે આ સંપતી પર કેટલાય ભૂમાફિયાની કાળી નજર રહે છે અને એન કેન રીતે તેની ચોરી કરવામાં આવતી હોય છે જેના કારણે હળવદ વાંકાનેર સહીતમોરબી જિલ્લામાં રેતી અને માટી ચોરીનું કારસ્તાન મોટા પાયે ફૂલ્યું છે આ ઉપરાંત સિરામિક ફેક્ટરીઓમાં ઉપયોગમાં લેવાતી અમુક માટી અન્ય જિલ્લામાંથી પણ ચોરી કરીને લાવવામાં આવતી હોવાની ફરિયાદ વચ્ચે જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા સક્રિય ભૂમિકા ભજવી હતી અને ગેર કાયદે ખનીજ ચોરી કરતા તત્વો પર જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી જગદીશ વાઢેરની સીધી દેખરેખ હેઠળ આવા તત્વો સામે ધોસ બોલવામાં આવી છે અને ગેર કાયદેસર ખનીજ વહન કરતા ખનીજ ચોરોને પકડી પાડ્યા હતા અને 223 જેટલા કેસ કરી તેમની પાસેથી રૂ 6.14 કરોડનો દંડ ફટકાર્યો હતો આ ઉપરાંત 9 કેસમાં ફોજદારી ગુન્હો પણ દાખલ કરવામાં આવતા હાલ આ કેસમાં કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW