ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ ની કચેરી ગાંધીનગર દ્વારા નેશનલ ફાયર સર્વિસ વીક અંતર્ગત 2023-24ના વર્ષ માટે ગુજરાતની નગરપાલિકા અને મહાનગરપાલિકામાં કાર્યરત ફાયર સ્ટેશનથી બેસ્ટ ફાયર સ્ટેશન વર્ષ 2023-24 માટેના નોમિનેશન મંગાવવામાં આવ્યા હતા જેમાં રાજકોટ રીઝનલમાં મોરબી ફાયર વિભાગની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરી શુભેચ્છા પાઠવી હતી.
મોરબી શહેર અને આસપાસનો વિસ્તાર ઔદ્યોગિક વિસ્તાર હોય તેમજ મોરબી માળિયા ટંકારા એમ ત્રણ તાલુકા દીઠ મોરબીમાં એક માત્ર ફાયર સ્ટેશન હોય જેના કારણે ફાયર અને રેસ્ક્યુ કામગીરી સાથે મોટા પાયે જોડાયેલ હોય અને આ કારણે ફાયર વિભાગ સતત વ્યસ્ત રહે છે મોરબી નગરપાલિકા કક્ષાનું ફાયર સ્ટેશન હોવાથી સ્ટાફ વાહનો તેમજ આધુનિક સાધનોનો પણ અભાવ છતાં મોરબી ફાયર વિભાગ રાજકોટ રીઝનમાં આવેલી નગરપાલિકાની સ્થિતિમાં ખુબ ઝડપી રીસ્પોન્સ તેમજ અસરકારક કામગીરી કરી હોવાથી વર્ષ
જેમાં મોરબી નગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ બેસ્ટ ફાયર સ્ટેશન વર્ષ 2023-24 માટે વિજેતા ઘોષિત થતા તારીખ 19.04.2024 ના રોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ના અગ્ર સચિવ ના હસ્તે સર્ટિફિકેટ અને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ છે અને મોરબી ફાયર જવાનો ને પ્રોત્સાહિત કર્યા છે.

