મોરબી નજીક મહેન્દ્રનગર ગામમાં આવેલા ક્રાંતિજ્યોત વિસ્તારમાં રહેતા મૂળ મોરબી તાલુકાના ઝીકીયારી ગામનો વતની નીકુલ દિનેશભાઈ ઝાલરીયા નામનો યુવાન લગધીરપુર રોડ ઘુટુ ગામની સીમ આલ્ફા સીરામીકના કારખાના પાસે કેન્ટીનના વ્યવસાય સાથે જોડાયેલ હતો હાલ ધંધો બરાબર ચાલતો ન હોવાથી છેલ્લા કેટલાક સમયથી આર્થીક સંકળામણના કારણે મૂંઝાયેલ રહેતો હતો અને આ આર્થિક ભીસના કારણે કંટાળી જઈ ગત તા 15 ના સવારે 11 વાગ્યે પહેલા લગધીરપુર રોડ ઘુટુ ગામની સીમ આલ્ફા સીરામીકના કારખાનાની કેન્ટીનમાં જઈ નાયલોન દોરી કેન્ટીનની છત સાથે બાંધી ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો ઘટનાની જાણ થતા આસપાસના લોકો નીકુલના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પીટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો બનાવ અંગે મૃતકના ભાઈ સાગરભાઇ દિનેશભાઇ ઝાલરીયાએ તાલુકા પોલીસમથકમાં જાણ કરતા તાલુકા પોલીસે દ્વારા આપઘાત મોત અંગે નોધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

