HomeGujaratમોરબીના ઘૂંટૂમાંથી કેમિકલવાળું ટેન્કર પકડાવવાની ઘટના માં ટેન્કર માલિકને GPCBએ રૂ.બે લાખનો...

મોરબીના ઘૂંટૂમાંથી કેમિકલવાળું ટેન્કર પકડાવવાની ઘટના માં ટેન્કર માલિકને GPCBએ રૂ.બે લાખનો દંડ ફટકાર્યો

મોરબી તાલુકાના ધુટૂ ગામમાંથી ગામ લોકોએ 2 મહિના પહેલા કેમીકલ ભરેલું ટેન્કર પકડી પાડયું હતું. જે તે સમયે ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. આ ટેન્કર ગામની સીમમાં ખાલી કરવામાં આવ્યું હોય અને આ કેમિકલ થી ગામ ની જમીન પ્રદુષિત થઈ છે જે તે સમય ગ્રામ જનો એ કરેલા વિરોધ બાદ જીપીસીબીની ટીમ સ્થળ પર પહોચી હતી અને ટેન્કરમાંથી તેમજ જે સ્થળે કેમીકલ ફેકવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો હતો. તે સ્થળેથી નમુના લેવાયા હતા અને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ સેમ્પલનો રિપોર્ટ માં બંને સેમ્પલ એક જ કેમિકલના હોય અને આ કેમિકલ અત્યંત જોખમી હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ જીપીસીબી દ્વારા તપાસ કરાઈ હતી જેમાં આ કેમિકલ ઉચી માંડલ ખાતે આવેલ ક્રીસાંજ ફાર્મા દ્વારા ફેકવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું જે બાદ જીપીસીબી અ કંપનીને ક્લોઝર નોટીસ ફટકારી તેનું વીજ કનેક્શન કાપી લેવાયું હતું. હવે ભવિષ્યમાં જયારે પણ ફેક્ટરીના સંચાલકો ફેક્ટરી ફરી શરુ કરવા પ્રકિયા હાથ ધરશે ત્યારે તેને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે દંડનીય એક્શન લે તે ભરપાઈ કરવાનું રહેશે

હવે જીપીસીબી દ્વારા એન્વાયરમેન્ટલ ડેમેજ કોમ્પેન્સેસન રૂપે ટેન્કરના માલિકને રૂપિયા ૨ લાખ નો દંડ ફટકારવામાં આવ્યો છે આ ઉપરાંત જે ટેન્કર પકડાયું હતું તેનું રજીસ્ટ્રેશન રદ કરવા આરટીઓને પત્ર લખવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW