તા.૦૪/૦૧/૨૦૨૪ના રોજ મોરબીનાં એક વેપારી યુવાન કિશનભાઇ કાવરને ગત તા 4 જાન્યુઆરીના રોજ વોટ્સએપ નંબર ઉપરથી એક લીંક મોકલી વોટસએપ મેસેજ દ્વારા શેરબજારમાં રોકાણ કરવા અંગેની ટીપ્સ મોકલેલ આ કિશન શેરબજારમાં રોકાણ કરતો હોય જેથી તેને આ વોટસએપ ચેટ દરમ્યાન શેરબજારમાં રોકાણ કરવા માટે જણાવતા ઓનલાઈન શેરની લે-વેચ કરવા કુલ રૂ.૪,૪૭,૧૫૦/- નું ઓનલાઈન ટ્રાન્જેકશન કર્યુ હતું બાદમાં પોતે કરેલ રોકાણના પૈસા પાછા આપી દેવા જણાવેલ તો આરોપીઓએ પૈસા પાછા ન આપવાના બદલે અવનવા બહાના કરવાં લાગતા યુવકને તેની સાથે છેતરપીંડી થયા હોવાનું જાણવા મળતાં કિશન કાવરે સાયબર કાઈમ પોલીસ. મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે ગુન્હો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.અનેઆ ગુન્હામાં અગાઉ કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જોકે ગુન્હાના મુળ સુધી જઇ ઉંડાણપુર્વક તપાસ કરી ગુન્હામા સડોવાયેલ અન્ય આરોપીઓને શોધી કાઢવા આઇજી એસપીની સુચના કરતા હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઇ તેમજ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓની શોધખોળ કરતા રાજસ્થાન ના બાંસવાડા જિલ્લાના સુનય સ/ઓ દિનેશચંદ્ર શાહનું નામ ખુલતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી અને આજે આરોપીને દબોચી લીધો હતો અને તેના વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

