HomeGujaratમોરબી પોલીસની નિષ્ક્રિયતા બે મહિના બાદ પણ ગંભીર ગુન્હો ઉકેલી ન શકી

મોરબી પોલીસની નિષ્ક્રિયતા બે મહિના બાદ પણ ગંભીર ગુન્હો ઉકેલી ન શકી

મોરબી જિલ્લામાં દિન પ્રતિદિન ગુનાખોરી વધી રહી છે નાઈટ પેટ્રોલિંગ હોય કે સક્રિય બાતમીદારોથી ભલભલા ગુના ઉકેલી નાખવાના દાવા કરતી પોલીસ બે મહિના પહેલા વૃદ્ધ દંપતીને બંધક બનાવ તેના જ ઘરમાંથી રૂ 45 700 રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થયેલા આરોપી પકડી શકી નથી. દંપતિ પર હુમલો કરનાર આ લૂટારા કોણ હતા ક્યાંથી આવ્યા હતા ક્યાં ગુમ થઇ ગયા એ બાબત હજુ પણ રહસ્ય છે 24 કલાક સક્રિય હોવાના દાવા કરતી પોલીસ આ લૂટની ઘટનામાં સંપૂર્ણ પણે નિષ્ક્રિય સાબિત થઇ છે

માળિયા મિયાણા તાલુકાના સરવડ ગામના સરદારનગરમાં એકલા રહી  ખેતીકામ કરતા  મગનભાઈ જાદવજીભાઈ સુરાણી અને તેના પત્ની જશુબેન બે મહિના પહેલા રાત્રીના ઘરમાં સુતા હતા.વહેલી સવારે સાડા ત્રણથી ચાર વાગ્યાની આસપાસ ઘર બાથરૂમ જવા ઘરની બહાર નીકળ્યા હતા આ દરમિયાન  મોઢે કપડા બાંધી લાકડાના ધોકા  લૂંટારૂ ટોળકી ત્રાટકી હતી તેમને ઘેરી લીધા હતા. બન્નેને બંધક બનાવ્યા હતા  બાદમાં ઘરમાં આવેલા માતાજીના મંદિરમાં રાખવામાં આવેલ રોકડ રકમ ભરેલ પાકીટ પડાવી લીધું હતું તેમજ  ઘરની તિજોરી તોડી તેમાં રહેલા રૂ 10 હજારની કિમતના સાંકડા જ્સુબેને પહેરેલ સોનાની બુટી તેમજ  મોબાઈલ અને રોકડ રકમ સહીત રૂ 45 700ના મુદામાલની લુંટ ચલાવી દંપતીને ઘરમાં બંધક બનાવી ફરાર થઇ ગયા હતા આ ઘટનામાં પોલીસ આરોપીઓ ને પકડવા માં સફળ થઇ શકી નથી બે મહીના જેટલો સમય થવા છતાં પોલીસના હાથ ખાલી છે અને આરોપીઓ બિન્દાસ બનીને ફરી રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW