HomeGujaratમોરબી જલારામ મંદિરે યોજાયેલ નિ:શુલ્ક નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં 294 દર્દીઓએ લાભ લીધો

મોરબી જલારામ મંદિરે યોજાયેલ નિ:શુલ્ક નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં 294 દર્દીઓએ લાભ લીધો

 મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે દર મહિને ની 4 તારીખનાં રાજકોટ  રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ, શ્ જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ.અને દાતાઓના સહયોગથી નિઃશુલ્ક નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ નું આયોજન થાય છે.દર ગત   તા.4 ગુરુવારના  રોજ સવારે 9 થી 1 કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા 294 દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત 158 લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માં આવ્યા હતા.   રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવી  હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે  વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવ્યુ હતુ. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે.

મોરબી જલારામ મંદિર ખાતે  છેલ્લા 30 મહિનાથી યોજાતા  નેત્રમણી કેમ્પ મા કુલ 9591 લોકોએ  લાભ લીધેલ છે તેમજ કુલ4236 લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવા મા આવેલ છે ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પ મા કુલ 294  લોકોએ લાભ લીધો હતો તેમજ158 લોકો ના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવા માં આવ્યા હતા.  કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા,સી.ડી. રામાવત,પારસભાઈ ચગ,સંજય હીરાણી, હીતેશ જાની,મુકુંદભાઈ મીરાણી, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી  તથા જલારામ સેવા મંડળ,  જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી. 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW