વાંકાનેર તાલુકાના જડેશ્વર મંદિર નજીક બસ સ્ટેન્ડ પાછળથી દેશી બનાવટની જામગરી બંદુક સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જડેશ્વર મંદિર નજીક બસ સ્ટેન્ડ પાછળ આરોપી જાવેદભાઈ અલ્લારખાભાઈ સંધવાણી (ઉ.વ 25) રહે. માલાણી શેરી સંધવાણીવાસ માળિયાવાળા પાસેથી દેશી જામગરી નંગ -01કિં રૂ. 5000 ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

