મોરબી ઔદ્યોગિક સલામતી વિભાગની ટીમે સ્થળની મુલાકાત લીધી સરકારે માન્ય કરેલ ટેકનીકલ સ્ટાફ પણ બોલાવ્યા ન હોવાનું સામે આવ્યું
મોરબી તાલુકાના ખારચિયા ગામમાં આવેલા બાયઝોટીક લાઈફ સાયન્સ નામની ફેકટરીમાં ગુરુવારે બપોર ના સમયે કેમિકલ ટાંકી ની સફાઈ માટે ઉતરેલા મજુર આકસ્મિક રીત પડી ગયા બાદ તેને બચાવવા જતા બીજા ત્રણ મજૂરને ગેસ ગળતર થઇ હતી અને ગુંગળામણના કારણે બે મજુર ના મોત થયા હતા જયારે બે મજુરને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ઘટનામાં બીજા દિવસે ઔદ્યોગિક સલામતિ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને સ્થળ પર તપાસ શરુ કરી હતી ઔદ્યોગિક સલામતી વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ આ પ્રકારની કેમિકલ ટાંકી સાફ કરવા માટેના નિયમનું પાલન કરવામાં આવ્યું નથી અને તેમાં ગંભીર બેદરકારી સામે આવી છે કોઈ પણ ફેકટરીમાં આવી ટાંકીની સફાઈ કરવાની હોય તો મજુરને સીધા અંદર ઉતારી શકાતા નથી તેના અંતે રાજ્ય સરકાર દ્વારા માન્ય કરેલ ટેકનીકલ ટીમને સાથે રાખવાની હોય છે આ ટેકનીકલ વ્યક્તિ કે જેને કંપીટન્ટ પર્સન ને જાણ કરવાની હોય છે આ ટીમ દ્વારા સૌ પ્રથમ કોઈ તેમના ટેકનીકલ સાધનથી સૌ પ્રથમ અંદર ઓક્સીજન લેવલની તપાસ કરતા હોય છે તેમાં યોગ્ય ઓક્સીજન લેવલ હોય તેમજ સુરક્ષાની દ્રષ્ટીએ યોગ્ય હોય તેની ખાતરી આપે પછી જ મજુરને ઉતારવાના હોય છે જોકે આ સફાઈ દરમિયાન આવા કોઈ કંપીટન્ટ પર્સન ની હાજરી જોવા મળી નથી આ ઉપરાંત સુરક્ષા સાધનો બાબતે પણ ગંભીર બેદરકારી હોવાનું સામે આવ્યું છે દુર્ઘટનાને લઇ ઔદ્યોગિક સલામતી વિભાગ દ્વારા તેમનો રીપોર્ટ તૈયાર કરી ઉચ્ચ કક્ષાએ પહોચાડવાની કાર્યવાહી હાથ ધરી છે
ઔદ્યોગિક સલામતી વિભાગની ટીમ દ્વારા તૈયાર કરાયેલ રિપોર્ટ આધારે આગામી દિવસમાં ફેક્ટરી ચાલક સામે કાયદાકીય એક્શન લેવાય તેવી શક્યતા સેવાઈ રહી છે

