HomeGujaratનાના રામપર ગામે દિપડાનો વિડીઓ ફેક હોવાનો વન વિભાગ, સ્થાનિક ગ્રામજનોનો દાવો

નાના રામપર ગામે દિપડાનો વિડીઓ ફેક હોવાનો વન વિભાગ, સ્થાનિક ગ્રામજનોનો દાવો

મોરબી જિલ્લાના ટંકારા પંથકમાં છેલ્લા૧૫ દિવસથી દીપડાએ ધામા નાખ્યા હોવાનો અને અલગ અલગ ગામમાં જોવા મળતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.તેમાં પણ નસિતપર ગામમાં ગત રવિવારે એક યુવાન પર થયેલા વન્ય પ્રાણીના હુમલા બાદ આં ચર્ચાએ વેગ પકડ્યો છે અને નસિતપર, નાના રામપર મોટા રામપર અને આસપાસના લોકો તેમના ગામમાં દીપડો દેખાયા હોવાના દાવા કરી રહ્યા છે ત્યારે છેલ્લા બે દિવસથી સોશ્યલ મીડિયામાં નસિતપર અને નાના રામ પર સીમમાં દિપડા દેખાયા હોવાના નામથી વિડિયો સામે આવી રહ્યા છે જેમાં ગઈ કાલે રાતે નસિત પર ગામમાં વિડીઓ સામે આવ્યો હતો તો આજે નાના રામ પરના નામથી વિડીઓ સામે આવ્યો હતો.
આ પૂર્વે સવારે જંગલી બિલાડીના બચ્ચાંને દીપડાના બચ્ચા હોવાનો દાવો કરતા સવારે વન વિભાગની ટીમ પહોંચી હતી અને બચ્ચા જંગલી બિલાડીના હોવાનું જણાવી વેટરનરી ડોક્ટરને સારવાર અર્થે મોકલવામાં આવ્યાં હતા આં ઉપરાંત સોશ્યલ મીડિયામાં ફરતા વિડીઓ પણ ટંકારા પંથકના ન હોવાનું ટંકારા રેન્જ ફોરેસ્ટ ઓફિસના આર આરએફઓ કિશનભાઇ જાની તેમજ ગામના આગેવાન જીલેશભાઈ કાલરીયાએ જણાવ્યુ હતું.તેમજ લોકોને કોઈ પણ પ્રકારનો ડર ન રાખવા તેમજ સાવધાની રાખવા જણાવ્યું હતું અને જો તેમને દીપડો જોવા મળે તો વન વિભાગને જાણ કરવા અપીલ કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,380SubscribersSubscribe

TRENDING NOW