મોરબી તાલુકાના આમરણ ગામ પાસે આવેલા ખારચિયા ગામની સીમમાં આવેલ બાયઝોનીક લાઈફ સાયન્સ નામની ફેક્ટરીમાં ગુરુવારે બપોરના સમયે કેટલાક મજૂરો ફેક્ટરીની ટાંકી સાફ કરવા ટાંકીમાં ઉતર્યા હતા જયારે કેટલાક મજુર બહારથી ટાંકીમાંથી જે કચરો નીકળતો હતો તે બહાર કાઢી રહ્યા હતા આ દરમિયાન ટાંકીની અંદર રહેલા મંગળભાઈ મનુભાઈ શોફ 20 અનંતું અનુપભાઈ ઘોસાલ (21) વિકાસ બાબુભાઈ ડામોર (19 )અમરસિંગ શોર( 31)ને અંદર અચાનક ગુગણામણ થતા બેશુધ બની ગયા હતા જેથી તેની સાથે કામ કરતા બીજા મજૂરો તેમણે તાત્કાલિક બાહર કાઢી સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવા તજવીજ હાથ ધરી હતી જોકે બે દર્દીને સારવાર મળે તે પહેલા તેનું મોત થયું હતું જયારે બે મજુરને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલ ખસેડ્યા હતા બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસની ટીમ સિવિલ હોસ્પિટલ પહોચી હતી અને તપાસ હાથ ધરી હતી આ બનાવ કઈ ર્રીતે બન્યો કોણ કોણ હાજર હતું વગેરે બાબતની તપાસ હાથ ધરી હતી,બનાવ અંગેની વધુ તપાસ પી એસ આઈ સગારકા ચલાવી રહ્યા છે

