HomeGujaratમોરબીના રંગપર નજીક પેપરમિલમાં નિંદ્રાધીન યુવક પર લોડર ફરી વળતા મોત

મોરબીના રંગપર નજીક પેપરમિલમાં નિંદ્રાધીન યુવક પર લોડર ફરી વળતા મોત

બનાવની મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રંગપર નજીક આવેલ ઓરોઝોન પેપર મિલ નામની ફેકટરીમાં રહી મજુરી કામ કરતો મૂળ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લાનો વતની મુનેશભાઈ ઉર્ફે મુકેશભાઈ લાલરામભાઈ રવિદાસ નામનો 18 વર્ષીય યુવાન નાઈટ શિફ્ટમાં કામ પૂરું કરી ફેક્ટરી બહાર કાગળ ઓઢીને સૂતો હતો ત્યારે જીજે –36 – એસ – 1952 નંબરના લોડર ચાલક તેનું કામ કરતો હતો તે દરમિયાન લોડરના ચાલકે બેદરકારી દાખવી મુનેશભાઈ ઉપર લોડર ચલાવી દેતા ગંભીર ઇજાઓ પહોંચવાથી મુનેશભાઈનું મૃત્યુ નિપજતા મૃતકના પિતાએ લોડર ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી તેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW