ગુજરાતમાં દારૂ બાંધી હોવા છતાં રાજસ્થાન હરિયાણા પંજાબ એમ અલગ અલગ રાજ્યમાંથી મગાવી દારૂની હેરાફેરી કરવામાં આવે છે. સ્ટેટ મોનીટરીંગ સેલ તેમજ અલગ અલગ જિલ્લાની પોલીસ દ્વારા દારૂની હેરાફેરી રોકવામાં આવતી હોય છે ઝડપાયેલા દારૂમાં રાજસ્થાન,પંજાબ સહિતના મોટા બુટલેગરોના નામ હોય છે રાજ્યમાં મોટા દારૂની હેરાફેરી પ્રકરણ રાજસ્થાનના 10 જેટલા મોટા બુટલેગરોના નામ સંડોવાયેલ છે અને આ વર્ષોથી ફરાર હોય પોલીસ દ્વારા તપાસ કરવા છતાં તેનો પત્તો ન લાગતા અંતે ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અલગ અલગ 10 મોટા બુટલેગરને વોન્ટેડ જાહેર કરાયા છે અને તેમનો પત્તો આપનાર લોકોને ઇનામ રૂપે 20 હજારથી લઇ 1 લાખ સુધીનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે
વોન્ટેડ જાહેર કરાયેલ રકમ
કાંતિલાલ ઉર્ફે રોહિત મમારવાડી 20 000
પીરારામ ઉર્ફે મેવારામ દેસાઈ 25,000
સુનીલ ઉર્ફે ભવરલાલ મોતીલાલ દરજી 25,000
ભરત ઉદેજી ડાંગી 50,000
આશિષ ઉર્ફે આંસુ રમેશચંદ્ર અગ્રવાલ 1 લાખ
તોફીક નજીરખાન 25 000
ખેંગાર રામ ઉર્ફે છોટુ ખીલ્લેરી 20 000
વાસુ સિહ ઉર્ફે ગુલાબ સિંહ વાઘેલા 25 000
અનીલ ઉર્ફે પાંડ્યો જગદીશભાઈ જાટ 1 લાખ
પવનસિંગ ભાખર સિંગ મહેછા 25 000

