મોરબી નજીક નીચી માંડલ ગામ પાસે આવેલા સોનેક્ષ સિરામિક નામની ફેકટરીના ક્વાર્ટરમાં રહે ફેક્ટરીમાં મજુરી કામ કરતા ,મૂળ મધ્ય પ્રદેશના રતનામ જિલ્લાના બિલડીના વતની રાજુભાઇ મોહનભાઇ ડિન્ડોડ નામનો યુવાન ફેકટરીના સ્પ્રેડાયરમાં મજુરી કામ કરતો હતો તે દરમિયાન કન્વેયર બેલ્ટમાં આવી જતા ગંભીર રીતે ઈજા ગ્રસ્ત થયો હતો અને તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બનાવ અંગે તાલુકા પોલીસે આકસ્માત મોત અંગે નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

