HomeGujaratમોરબી-માળિયા હાઈવે પર સિમેન્ટ ભરેલ ટ્રક બેકાબુ થતા પલટી ગયો,સદનસીબે જાનહાની નહી

મોરબી-માળિયા હાઈવે પર સિમેન્ટ ભરેલ ટ્રક બેકાબુ થતા પલટી ગયો,સદનસીબે જાનહાની નહી

મોરબીથી સિમેન્ટની બેગ ભરીને નીકળી માળિયા તાલુકાના વેજલપર ગામ તરફ જતા ટ્રકના ચાલક ટ્રક લઈને નીકળતો હતો તે વખતે મોરબી -માળિયા નેશનલ હાઇવે પર ગાળા ગામના પાટિયા પાસેકોઈ વાહન દ્વારા અચાનક ટર્ન લેતા ટ્રક ચાલકે તેને બચાવવા જતા ટ્રકને બ્રેક મારતા સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડ પર પલટી મારી ગયો હતો. વહેલી સવારે બનેલી આ ઘટનાથી રોડ પરથી પસાર થઇ રહેલા અન્ય વાહન ચાલકોના જીવ પણ થોડીવાર માટે અદ્ધર થઇ ગયા હતા જોકે આ ઘટનામાં કોઈ જાન હાની ન થતા રાહતનો શ્વાસ લીધો હતો બનાવની જાણ થતા મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ નેશનલ હાઇવે ઓથોરીટીની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW