મોરબી જિલ્લામાં દીન પ્રતિદિન વધી રહેલા આપઘાતના બનાવો ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા છે દરના હોળી પર્વ ના પાવન પર્વ દિવસે પણ બે આપઘાતની ઘટના સામે આવી છે જેમાં પ્રથમ બનાવ મોરબીનાં શનાળા નજીક આવેલ ગોકુલ નગર વિસ્તારમાં રહેતા કિરીટભાઈ ગોવિંદભાઈ ભોજવિયાની 14વર્ષીય પુત્રી વૈશાલીબેને પોતાના ઘરમાં અગમ્ય કારણોસર ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.બનાવ બાદ સગીરાને હોસ્પિટલ ખસેડાઈ હતી.
બીજી ઘટના લાયન્સ નગર વિસ્તાર માં બની હતી જેમાં વિશાલ પરસોતમભાઈ ઇન્દરિયા નામના 36 વર્ષના યુવાને પોતાના ઘરમાં અગમ્ય કારણોસર ફાંસો લગાવી લેતા ગંભીર હાલતમાં 108 ની ટીમ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે હોસ્પિટલમાં તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. બન્ને બનાવમાં પોલીસે આપધાત મોત અંગે નોંધ કરી આપધાત પાછડ કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.

