મોરબી શહેરના ઔધીગિક વિસ્તાર એવા લાતી પ્લોટમાં જાહેરમાં કોઈ હોસ્પિટલ દ્વારા જાહેરમાં મેડીકલ વેસ્ટ ફેકી ગંભીર બેદરકારી દાખવી હોવાની ફરિયાદ ઉઠી હતી અને આ ફરિયાદ જિલ્લા કલેકટર સુધી પહોચતા કલેકટરે ગંભીરતાથી લઇ તાત્કાલિક પાલિકા ચીફ ઓફિસરને આદેશ કર્યો હતો અને જાહેરમાં ફેકાયેલ વેસ્ટનો તાત્કાલિક યોગ્ય રીતે નિકાલ કરવા અને કચરો ફેકનાર હોસ્પિટલને દંડ ફટકાર્યો હતો જે બાદ મોરબી પાલિકાના સેનિટેશન વિભાગની ટીમ જેસીબી સહિતના સાધનો સાથે સ્દોથળ પર પહોચી જાહેરમાં ફેકાયેલ મેડીકલ વેસ્ટ હટાવ્યો હતો સાથે સાથે જાહેરમાં કચરો ફેકનાર જનની હોસ્પિટલને રૂ 5000નો દંડ ફટકાર્યો હતો
ઘટના બાદ જીપીસીબીની ટીમ પણ એકશનમાં આવી હતી અને સ્થળ પરથી મળી આવેલા કાગળ આધારે તપાસ હાથ ધરી હતી આગામી દિવસમાં જીપીસીબી દ્વારા પણ કાયદાકીય કાર્યવાહી હાથ ધરે તેવી શક્યતા છે

