મોરબીના ભડિયાદ કાંટા પાસે રહેતા યુવાને નટરાજ ફાટક પાસે કોઇ કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના ભડિયાદ કાંટા પાસે રહેતા દેવજીભાઈ કેશુભાઈ સોમાણી (ઉ.35) એ ગત.14 ના રોજ નટરાજ ફાટક પાસે ઝેરી દવા પી લેત તેને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હોય જ્યાં સારવાર દરમિયાન ગત તા.15 ના રોજ તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે

