વાંકાનેરમા ધમલપર ખાતે રામટેકરી પર આવેલ સુપ્રસિદ્ધ જોગજતી હનુમાનજી ગુફાની જગ્યા ખાતે ૧૦૦૮ ગુરૂદેવ રણછોડ દાસબાપુની ૩૮ મી પુણ્યતિથિ અતિ આનંદ અને ઉત્સાહ પૂર્વક ભકિતમય દિવ્ય માહોલ વચ્ચે તારીખ 4 ને સોમવારના રોજ ઉજવાશે.સવારે 08 કલાકે હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞ નો પ્રારંભ થશે જે યજ્ઞનુ બીડુ સાંજે 4:30 કલાકે હોમાશે. તૅમજ સાંજે 06 :00 વાગ્યાથી મહાપ્રસાદનુ આયોજન કરેલ છે તૅમજ રાત્રીના 10 કલાકે સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે.
ગુજરાત, સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ કલાકાર વિજય ગઢવી , ભાવેશ પટેલ , ભૂરા ભગત , નિકુંજ અગ્રાવત વગેરે સાથીદારો સાથે અનેરા સંગીતની શેલી સાથે સંતવાણી ભજનોની રંગત જમાવશે. પ્રતિ વર્ષ જોગજતી હનુમાનજી ગુફાની જગ્યા ખાતે પ, પુ સદગુરૂદેવ રણછોડદાસજીબાપુની પુણ્યતિથિના પાવન પ્રંસગે વાંકાનેર શહેર, મોરબી, ડાકોર ઝાલાવાડ, કચ્છ, જામનગર, રાજકોટ, સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાતમાંથી દૂર દૂરથી ભાવિકો દર્શનાથેં પધારે છે અને ભજન, ભોજન, અને સતસંગ અને યજ્ઞના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે તૅમજ સાંજે મહાપ્રસાદમા હજારો ભાવિકો મહાપ્રસાદ લેશે આ દિવ્ય પાવન મહોત્સવ પ્રંસગે સમગ્ર મંદિરને અનેરા લાઈટ ડેકરોશન રોશની, સિરીઝોથી શુભોષિત કરવામાં આવેલ છે અને વિશાળ સમીયાળો ઉભો કરવામાં આવેલ છે જોગ જતી હનુમાનજી ગુફાની જગ્યામા નિજ મંદિરમા વિધ વિધ જાતના પુષ્પોથી સજાવટ કરવામાં આવશે આ દિવ્ય મહોત્સવને સફળ બનાવવા જોગજતી હનુમાનજી ગ્રુપના દરેક ભાવિક, ભક્તજનો જહેમત ઉઠાવી રહયા છે
ભાવિકોમાં અનેરો ઉત્સાહ, ઉમંગ જોવા મળી રહયો છે આ દિવ્ય પાવન પુણ્યશાળી અવસરે સર્વ ભાવિક, ભક્તજનોને પધારવા અને મહા પ્રસાદ લેવા જોગજતી ગૃપ, જોગજતી હનુમાનજી ગુફાની જગ્યા, રામ ટેકરી, ધમલપર – ૨ દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે.

