હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં નેચરલ ગેસના ભાવમાં મોટા પાયે ઘટાડો આવ્યો છે. જેને લઇ મોટા પાયે ગેસનો ભાવ ઘટાડો થવાની ઉદ્યોગકારો આશા સેવી રહ્યા હતા અને આં આશા સાથે તાજેતરમાં મોરબી સિરામિક એસોશીએસનના હોદેદારો તેમજ પોલીપેક ઉદ્યોગકારો ગુજરાત ગેસના એમડી મિલન તોરવણેને મળવા પહોચ્યા હતા અને હાલ ઉદ્યોગની સ્થિતિ વિશે ચર્ચા કરી હતી સાથે સાથે તેમણે હાલ આંતર રાષ્ટ્રીય બજારમાં જે રીતે નેચરલ ગેસના ભાવ 6 વર્ષમાં સૌથી નીચા ભાવ છે અને તે બાબતેને ધ્યાને લઇ મોરબીના ઉદ્યોગકારોને આપવામાં આવતા ગેસના ભાવમાં રૂ 8 થી 10 સુધીનો ઘટાડો કરવાની માંગણી કરી હતી અને જે તે વખતે ગુજરાત ગેસના એમડી દ્વારા તેમની માંગણીને અનુરૂપ ભાવ ઘટાડો કરવાની ખાતરી આપી હતી જોકે આ ખાતરી આજે જયારે ભાવ ઘટાડાની જાહેરાત થઇ તેમાં દેખાઈ ન હતી કારણ કે આજે આજે ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના નવા ભાવની જાહેરાત કરી હતી જેમાં માત્ર પર ક્યુબીક મીટર માત્ર રૂપિયા 3 નો ઘટાડો કરતા જાણે ઉદ્યોગકારો સાથે જાણે મજાક કરી હોય તેવો માહોલ ઉભો થતા ઉદ્યોગકારોમાં નારાજગીનો માહોલ પ્રસરી ગયો છે
અત્યારસુધી ગુજરાત ગેસ દ્વારા રૂ 45.18 હતો હવે નવો ભાવ રૂ 42.18 થયો છે આ ઉપરાંત ગુજરાત ગેસ અન્ય ચાર્જ પણ વસુલ કરવામાં આવી રહ્યા છે બીજી તરફ પ્રોપેન ગેસનો ભાવ હાલ 59 રૂપિયાની આસપાસ હોય હાલ પ્રોપેન ગેસમાં પણ ભાવ ઘટાડો થવાની સંભાવના સેવાઈ રહી છે નવા ભાવથી આગામી દિવસમાં પ્રોપેન અને પીએનજીના ભાવ એક સરખા થઇ જશે
ઉદ્યોગકારો હાલ થયેલા ગેસના ભાવ ઘટાડા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને બજારની સ્થિતિમુજબ માંગણી મુજબ ભાવ ઘટાડો કરવાની માંગણી કરી રહ્યા છે.

