શેર બજારમાં રોકાણ કરાવી ટુકા ગાળામાં એકના ડબલ કરવાની લાલચ આપી મોટા પાયે છેતરપીંડી થતી હોય છે આવી એક ફરિયાદ મોરબીમાં કિશનભાઈ કાવર નામના યુવાને કરી હતી આ યુવાનના મોબાઈલ નંબર પર વોટ્સએપ મેસેજ થી લિંક મોકલવામાં આવી હતી અને શેર બજારમાં રોકાણ કરવા અંગે ટીપ્સ મોકલી હતી અને તેના આધારે અરજદાર રોકાણ કરતા હતા અને રૂ 4.47 લાખ જેટલી રકમ ઓનલાઈન ટ્રાન્જેક્સન કર્યું હતું જે બાદ ફરીયાદી દ્વારા રૂપિયા પરત માગવામાં આવ્યા હતા જોકે આરોપીઓ તેમને ખોટા વાયદાઓ કરી તેની રૂ 4.47 લાખ જેટલી રકમ ઓરવી લીધી જે બાદ કિશનભાઈએ સાયબરક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી સાઈબર ક્રાઈમ પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 406,419, 420, 120 બી તેમજ આઈટી એક્ટ કલમ 66 ડી હેઠળ ગુન્હો નોધી આરોપીઓની શોધખોળ શરુ કરી હતી
આ દરમિયાન પોલીસે અલગ અલગ સ્થળે તપાસ કરતા હતા તે દરમિયાન સાયબર ક્રાઈમ પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ આર ટી વ્યાસ,પીએસઆઈ બી.ડી ભટ્ટ અને તેની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે વડોદરાના ફતેગંજ વિસ્તારમાંથી જગાભાઇ વહાભાઈ ભરવાડ હરીશ વહાભાઈ ભરવાડ તેમજ ગણેશ ગગનભાઈ થાપાને ઝડપી લીધા હતા અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

