HomeGujaratમોરબી જિલ્લાની 34,400 ઘરની છત વીજળી ઉત્પાદન કરશે,સોલાર રૂફટોપ માટે 78,000 સુધી...

મોરબી જિલ્લાની 34,400 ઘરની છત વીજળી ઉત્પાદન કરશે,સોલાર રૂફટોપ માટે 78,000 સુધી મળશે સબસીડી

ગરીબ તેમજ મઘ્યમ વર્ગના પરિવારોને મફત વીજળી આપવા માટે અને સૌર ઊર્જાને પ્રોત્સાહિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમ સૂર્યઘર યોજના-2024 શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એક કરોડ પરિવારોને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડવાનો છે. આ યોજનાના માધ્યમ દ્વારા રૂ. 75 000 કરોડના રોકાણ હેઠળ ભારતના એક કરોડ ઘરો પર સોલાર રૂફટોપ સિસ્ટમ દ્વારા વીજળી પહોંચાડવામાં આવશે. જેના ઉપર કેન્દ્ર સરકાર દ્વારા સબસીડી પૂરી પાડવામાં આવશે. આ યોજનાથી લોકો માટે મફત વીજળીના સપના સાકાર થશે. સાથે સરકાર માટે વીજળીના ખર્ચમાં પણ ઘટાડો થશે, પુનઃ પ્રાપ્ય ઊર્જામાં વધારો થશે અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે.

પી.એમ. સૂર્યઘર યોજનામાં પ્રથમ 1 થી 2 કિલોવોટ સુધી પર કિલોવોટ રૂ. 30 000 એટલે કે 2 કિલોવોટ  સુધી રૂ. 60 000અને ત્યારબાદ વધારાના 1 કિલોવોટ પર રૂ. 18,000 એટલે કે 1 થી 3 કિલો વોટ સુધી રૂ. 78,000 સબસીડી મળવા પાત્ર થશે. જે ગ્રાહકના બેંક ખાતામાં સીધી જમાં કરવામાં આવશે.  ઉદાહરણ દ્વારા સમજીએ તો જો વપરાશ 0 થી 150 યુનિટનો હોય તો 1 થી 2 કિલોવોટની સોલાર સિસ્ટમ લગાવવાથી રૂપિયા 30,000 થી 60 000 સુધીની સબસીડી મળવા પાત્ર થશે. જો વપરાશ 150 થી 300 યુનિટનો હોય તો 2થી 3 કિલોવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવાથી રૂ. 60 000 થી રૂ. 78 000 સુધીની સબસીડી મળવાપાત્ર થશે અને જો ૩00 યુનિટથી વધુ વપરાશ હોય તો 3 કિલોવોટથી વધુની સોલાર સિસ્ટમ લગાવવાથી વધુમાં વધુ રૂ. 78,000 સુધી સબસીડી મળવા પાત્ર થશે.

સોલાર સીસ્ટમ ઇન્સ્ટોલ કરાવવા 1 કિલોવોટ માટે સરેરાશ 100 સ્કેવર ફૂટની જગ્યામાં થઈ શકે છે એટલે કે 2 કિલોવોટ માટે 200 સ્ક્વેર ફૂટ અને3 કિલોવોટ માટે સરેરાશ 300સ્ક્વેર ફૂટની જગ્યામાં થઈ શકે છે. 1 કિલોવોટની સોલાર સિસ્ટમ દ્વારા દરરોજ સરેરાશ 4 કે તેથી વધારે વીજળી યુનિટનું ઉત્પાદન થઈ શકે છે આમ, જેમ કિલોવોટની સંખ્યામાં વધારો થતો જાય તેમ વીજળી યુનિટ ઉત્પાદન કરવાની ક્ષમતામાં પણ વધારો થતો જાય છે.

પી.એમ. સૂર્યઘર યોજનાનું રજીસ્ટ્રેશન https://pmsuryaghar.gov.in/ નેશનલ પોર્ટલ ઉપર ગ્રાહક જાતે કરી શકશે અથવા સરકારે અધિકૃત કરેલી એજન્સી દ્વારા અથવા વીજ કંપનીના કર્મચારીઓની મદદથી કરી શકાશે.

મોરબી PGVCL કચેરીના અધિક્ષક ઇજનેર એસ.એચ.રાઠોડે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં પી.એમ. સૂર્યઘર યોજના માટે મોરબી  જિલ્લામાં તા.૧૪-૨-૨૦૨૪ થી રજીસ્ટ્રેશન માટે ૯૦ ટીમો કાર્યરત છે. આ યોજનાનો લાભ લેવા માટે મોરબી જિલ્લા હેઠળ ૪ વિભાગીય અને ૧૮ પેટા વિભાગીય કચેરીનો સંપર્ક કરી શકાશે. વધારે માહિતી માટે PGVCL મોરબી કચેરીનો સંપર્ક કરી શકાશે.

પી.એમ. સૂર્યઘર યોજના મોરબી જિલ્લાના નોડલ અધિકારી બી.જે.વાછાણીએ જણાવ્યું હતું કે હાલ મોરબી જિલ્લામાં માટે કુલ 34 400 જેટલા કનેકશનોને પી.એમ. સૂર્યઘર યોજના હેઠળ આવરી લઈ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં તાલુકાવાર મોરબી 20,503 વાંકાનેર 5743 હળવદ 5000, ટંકારા 1207 અને માળિયા 1947 કનેકશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પી. એમ. સૂર્યઘર યોજનાના રજીસ્ટ્રેશન માટે અરજદાર પાસે લાઇટ બીલ, મોબાઈલ નંબર તેમજ  બેન્કની વિગત હોવી જરૂરી છે.

પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના થકી ઓછી અને મઘ્યમ આવક ધરાવતા વ્યક્તિઓને રૂફટોપ સોલાર પ્રોગ્રામ હેઠળ આવરી તેમના વીજળી બિલને શૂન્ય કરવાનો સરકારનો ઉત્તમ પ્રયાસ છે. ઉપરાંત બચત કરેલી  વીજળીનું વેચાણ કરી પોતાની આવક ઊભી કરી શકશે. આમ, ઉર્જા ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર બની દરેક ભારતીયને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા અને બધા માટે સારા ભવિષ્યનું નિર્માણ કરવા માટે આહવાન છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW